ઝોમેટોમાંથી ઓર્ડર કરેલ વેજ રોલની કિંમત ૯૧ હજાર પડી
નવીદિલ્હી, દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદમાં એન્જીનિયરિંગના વિદ્યાર્થીને (Engineering Student order a Veg. roll on zomato in Gaziabad) ઝોમેટો પર વેજ રોલ અને એક રૂમાલી રોટી ઓર્ડર કરવાની કિંમત ૯૧ હજાર રૂપિયા ચૂકવવી પડી હતી. એક ફોન કોલે આ વિદ્યાર્થીને વાત કરતાં એકાઉન્ટમાંથી આ રકમ ઉડાવી લીધી હતી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
રામપ્રસ્થ કોલોનીમાં રહેનાર સિદ્ધાર્થના પિતા સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ છે અને માતા ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર છે. સિદ્ધાર્થ પોતે એન્જીનિયરિંગના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. ઝોમેટોનું કેશ પરત મેળવવા નામે કોઇએ સિદ્ધાર્થ બંસલના ૯૧ હજાર ૧૯૬ રૂપિયા ઉપાડી લીધા હતા. આ દરમિયાન કુલ ૭ ટ્રાંજેક્શ્ન થયા. (Total 7 banking transation in order and withdrawn 91196 Rs.)
જ્યાં સુધી ફોન પર આવ્યા મેસેજને જુએ ત્યાં સુધી તો મોડું થઇ ગયું હતું. એ યાદ રહે કે કન્ઝ્યુમર કોર્ટે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ (Food delivery platform Zomato) ઝોમેટો અને એક હોટલ પર શાકાહારી વ્યંજનની જગ્યાએ માંસાહરી વ્યંજન આપતાં ૫૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર કન્ઝ્યુમર કોર્ટએ ઝોમેટોને ૪૫ દિવસમાં પુણેના વકીલ દેશમુખને દંડની રકમ આપવાનો નિર્ણય કર્યો હતો, જેમને એકવાર નહી પરંતુ બે વાર માંસાહરી વ્યંજન આપવામાં આવ્યા હતા.
વકીલે પનીર બટર મસાલા મંગાવ્યું હતું, પરંતુ તેમને બટર ચિકન મોકલવામાં આવ્યું હતું. જોકે બંને ગ્રેવીવાળા વ્યંજન હોય છે, તેમને ખબર ન પડી અને તેમણે તેને પનીર સમજીને ખાઇ લીધું હતું. ઝોમેટોના અનુસાર વકીલે કંપની બદનામ કરવા માટે તેના વિરૂદ્ધ ફરિયાદ કરી, જ્યારે તેને તેમની રકમ પરત ન કરી.
ઝોમેટોએ કન્ઝ્યુમર ફોરમને જણાવ્યું કે ખામી તે હોટલની સાથે થઇ, જેને ખોટી વાનગી મોકલી, પરંતુ ફોરમે તેને સમાન દોષી ગણ્યા. હોટલે જોકે પોતાની ભૂલ સ્વિકારી લીધી. ઝોમેટો અને હોટલને સેવામાં ચૂક માટે ૫૦ હજાર રૂપિયા અને માનસિક ત્રાસ માટે બાકીની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.