Western Times News

Gujarati News

વિજય માલ્યાને દેવાળીયો જાહેર કરવા લંડન હાઇકોર્ટમાં અપીલ

લંડન, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ના નેતૃત્વમાં ભારતીય સરકારી બેંકોના એક સમૂહે બ્રિટેનની હાઇકોર્ટથી શરાબ કારોબારી અને ભાગેડુ વિજય માવ્યાને લગભગ ૧.૧૪૫ અબજ પાઉન્ડનું દેવું ન ચુકાવવાના આરોપમાં દેવાળીયા જાહેર કરવાનો આદેશ જાહેર કરવાની એકવાર ફરી અપીલ કરી છે લંડનમાં હાઇકોર્ટની દિવાલા શાખામાં ન્યાયમૂર્તિ માઇકલ બ્રિગ્સે આ અઠવાડીયે સુનાવણી કરી તે બેંકોની ૨૦૧૮ની તે અરજી પર સુનાવણી કરી રહી છે જેં હવે બંધ થઇ ચુકેલ કિંગફિશર એરલાઇન્સ દ્વારા લેવામાં આવેલ લોનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હાઇકોર્ટે પહેલા આપેલ એક નિર્ણયમાં દુનિયાભરમાં માલ્યાની સંપત્તિને લેવડદેવડ પર પ્રતિબંધ લગાવવાના આદેશને પલટવાનો ઇન્કાર કરી દીધો હતો અને ભારતની એક અદાલતના તે નિર્ણયને યથાવત રાખ્યો હતો કે ૧૩ ભારતીય બેંકોના સમૂહ લગભગ ૧.૧૪૫ અબજ પાઉન્ડના દેવાની ભરપાઇ કરવા માટે અધિકૃત છે. ત્યારબાદ બેંકોએ સંપત્તિ જપ્ત કરવાના આદેશ ભરપાઇની કવાયત શરૂ કરી હતી અને આ હેઠળ દેવાની ભરપાઇ કરવા માટે બ્રિટેનમાં માલ્યાની સંપત્તિને જપ્ત કરવાની અપીલ કરતા દિવાલા અરજી દાખલ કરી એસબીઆઇ ઉપરાંત બેંકોની આ સમૂહમાં બેંક ઓફ બરોડા,કોર્પોરેશન બેંક ફેડરલ બેંક લિમિટેડ આઇડીબીઆઇ બેંક ઇડિયન ઓવરસીજ બેંક જમ્મુ કાશ્મીર બેંક સહિતની બેંક અને જે એમ ફાઇનેશિયલ એસેટ રિકંસટ્ર્‌કશન કંપની પ્રાઇવેટ લિ. સામેલ છે.એ યાદ રહે કે લંડનની રોયલ કોર્ટે માલ્યાને નીચલી અદાલત દ્વારા તેના પ્રર્ત્યપણની મંજુરીની વિરૂધ્ધ અરજી દાખલ કરવાની મંજુરી આપી હતી જેની વિરૂધ્ધ તેમણે અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.