પૂર્વ સિક્યોરિટી ગાર્ડની પત્નીએ ભાજપ નેતા સુવેન્દુ અધિકારી સામે ફરિયાદ નોંધાવી
કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપ ધારાસભ્ય સુવેન્દુ અધિકારી સામે કોંટાઈના પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સુવેન્દુ અધિકારી સામે આ કેસ તેમના પૂર્વ સિક્યોરિટી ગાર્ડની પત્ની કર્યો છે. સુવેન્દુ અધિકારીના પૂર્વ સિક્યોરિટી ગાર્ડે આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડની પત્નીએ સુવેન્દુ અધિકારી સામે કેસ નોંધાવ્યો છે.
સુરક્ષા ગાર્ડની પત્નીએ આરોપ લગાવ્યો છે કે સુવેન્દુ અધિકારીએ જ તેના પતિને આત્મહત્યા માટે ઉકસાવ્યો. નોંધનીય વાત એ છે કે સુવેન્દુ અધિકારીના ગાર્ડ સુબ્રત ચક્રવર્તીનુ મૃત્યુ ૧૩ ઓક્ટોબર, ૨૦૧૮માં થયુ હતુ. સુવેન્દુ અધિકારીના કાંઠી સ્થિત પોતાના ઘરે સર્વિસ રિવૉલ્વરથી માથામાં ગોળી વાગી હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો
જ્યાં તેનુ મોત થઈ ગયુ હતુ. જે વખતે આ ઘટના બની એ વખતે સુવેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસમાં હતા અને રાજ્ય તેમજ પરિવહન મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા.
સુબ્રત ચક્રવર્તીના મૃત્યુ બાદ પોલિસે અજ્ઞાત લોકો સામે આઈપીસીની કલમ ૩૦૨ અને ૧૨૦ બી હેઠળ કેસ નોંધ્યો હતો અને કેસની તપાસ શરૂ કરી દીધી હતી પરંતુ હવે સુબ્રતની પત્નીની ફરિયાદ બાદ કેસમાં નવો વળાંક આવી ગયો છે.
તમને જણાવી દઈએ કે ટીએમસી છોડીને ભાજપમાં શામેલ સુવેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી મુખ્યમંત્રી મમતા બનેર્જીને હરાવ્યા હતા ત્યારબાદ તેમને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા. વળી, આ ચૂંટણીમાં હાર પછી મમતા બેનર્જીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટમાં સુનાવણી પહેલા મમતા બેનર્જીએ જજને બદલવાની માંગ કરી હતી જેના પર કોર્ટે નારાજગી વ્યક્ત કરીને તેમના પર ૫ લાખ રૂપિયાનો દંડ કર્યો છે.