Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીએ દેશમાં સારવાર માટે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરી

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટ વિસ્તરણ બાદ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશમાં સારવાર માટે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરી. પીએમની અધ્યક્ષતામાં આજે સવારે ૧૧ઃ૪૫ વાગે શરૂ થયેલી બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિતતા કરવા માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના ઓફિસર્સ પણ હાજર રહ્યા હતાં અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને દેશમાં લાગેલા ઓક્સિજન પ્લાન્ટ અંગે જાણકારી આપી.

સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં ઓફિસરોએ પ્રધાનમંત્રી સામે ઓક્સિજનની વ્યવસ્થા ઉપર પણ પ્રેઝન્ટેશન આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ કોરોનાના પડકારથી સતત અલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભલે હાલ કોરોના પર કાબૂ મેળવી લેવાયો છે પરંતુ બેદરકાર બનવાનું નથી. દેશની કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજનની કમી થવી જાેઈએ નહીં.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટની દેખભાળ અને ઓપરેશન માટે હોસ્પિટલ સ્ટાફને પણ ટ્રેનિંગ સુનિશ્ચિત કરવામાં આવે. ઓક્સિજન પ્લાન્ટનું પરફોર્મન્સ ટ્રેક કરવા માટે એડવાન્સ ટેક્નોલોજી આઇઓટીનો ઉપયોગ કરવો જાેઈએ. તેમણે કહ્યું કે ૧૫૦૦થી વધુ ઓક્સિજન પ્લાન્ટ દેશમાં બનવા જઈ રહ્યા છે.

પીએમ કેર્સ ફંડની મદદથી ૪ લાખ ઓક્સિજન બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમ બને તેમ જલદી ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવા જાેઈએ. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૪૩,૩૯૩ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૩,૦૭,૫૨,૯૫૦ પર પહોંચ્યો છે.આ સાથે કુલ ૪,૦૫,૯૩૯ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.