પેપ્ટિક અલ્સર, ડિ ઓડિનલ અલ્સરનો ચોક્કસ ઉપચાર થાય છે
નાસિકથી પંકજભાઈ નામના એક દરદીનો ઈ-મેઈલ આવ્યો. એમણે જણાવ્યું કે ઘણા વખતથી આ ત્રાસથી કંટાળી ગયો છું. ભૂખ લાગે છે, ખોરાક પચે છે, પણ નાના આંતરડામાં મને આમદોષ એટલે મ્યુક્સ થાય છે અને પછી મોટા આંતરડામાં નળવાયુ થાય છે. મને ખોરાક પચીને રસરૂપ થાય તે પછી થોડી ગતિથી આંતરડાં એ રસને વલોવી લોહીમાં ભેળવી દે છે. તો નાનું આંતરડુ બગડે ત્યારે એને સુધારવા માટે કાયમનું નિરાકરણ થાય એવી ચિકિત્સા જણાવો. આ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી. આપણા શરીરમાં હોજરી, નાનું આંતરડુ અને મોટુ આંતડુ આ બધા મહત્ત્વનાં ભાગ ભજવે છે. એ બધા વચ્ચે હોજરી પૂરી થાય ત્યાં ગ્રહણી આવે છે. જે ગ્રહણી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હોજરી એટલે જઠરમાં કફપ્રધાન ક્રિયા હોય છે. ત્યાંથી આગળ ગ્રહણી, જેને ડિઓડીનમ કહેવામાં આવે છે, તે નાના આંતરડાની શરૂઆત છે. અહીં પિત્તપ્રધાન ક્રિયા હોય છે.
હોજરી જેને આપણે સ્ટમક કહીએ છીએ તે તો અન્ન નળીઓમાંથી ખોરાકને આવકારી, ખોરાકને વલોવી એકરસ જેવું બનાવે છે. અહીં આહાર છ કલાક રહે છે. પછી બારેક કલાક નાનાં આંતરડામાં બહુ અગત્યનું કામ કરે છે અને બારેક કલાક રહે છે ત્યાર પછી એ મોટા આંતરડા વાટે આગળ વધી મળવિસર્જન માટે જાય છે. આ બધી પાચનક્રિયાને બરાબર સમજાવી જરૂરી છે. આ માટે કેટલાક ઉપાયો અહીં પ્રસ્તુત છે.
આહાર પચવા લાગે અને હોજરીમાંથી આંતરડા તરફ આગળ વધે ત્યારે દરદીને રાહતનો અનુભવ થાય છે. અલ્સર જૂનું અને વધુ પ્રમાણમાં હોય તો જોરદાર ઊલટી થાય ત્યારે બહાર આવેલા આહાર દ્રવ્ય સાથે ક્યારેક લોહી પણ જાઈ શકાય છે. છાલામાંથી લાહી ઝમતું હોય અને એ વખતે ઊલટી ન થઈ હોય તો ક્યારેક મળ વાટે પણ કથ્થાઈ કે કાળા રંગનું લોહી નીકળતું જોવા મળે છે. પરિણામ શૂલ એટલે કે ડિઓડિનલ અલ્સરમાં ખાલી પેટે દુખાવો વધે છે. દરદી ભૂખ્યો રહી શકતો નથી. જમ્યા બાદ ત્રણેક કલાકે પેટમાં દુખાવો અને બળતરા શરૂ થાય છે. ખાધેલો ખોરાક ત્રણેક કલાક બાદ હોજરીમાંથી આગળ વધી ગ્રહણી નજીક પહોંચે છે. હોજરીમાં વલોવાયેલા ખોરાકમાં ખાટા જઠરસો ભળતા હોવાથી એમાં ખટાશનું પ્રમાણ ખૂબ હોય છે.
લક્ષણોઃ આ પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા. મનની પ્રસન્નતા ખૂબ જરૂરી છે. ચિંતા, થાક, ઢસરડો, ઊંધનો અભાવ, એ બધાથી પાચનક્રિયા ધીમે ધીમે બગડે છે. સમગ્ર પાચનક્રિયા માનસિક ભાવોની ઓથ હેઠળ છે. હોજરીમાં જઠરરસ આવે તેને પિત્તનો સ્ત્રાવ થાય ત્યારે આવે, પરંતુ મન ઉદાસ હોય તો વધી જાય અને ક્રોધ અને રોષથી સાવ બિલકુલ ઓછો થઈ જાય, એવું જાણકારોનું નિરીક્ષણ છે. પેટમાં શૂલ ક્યારે થાય છે, જમ્યા બાદ તુરત કે ભોજન પચતું હોય ત્યારે… જમ્યા પછીના ત્રણેક કલાક બાદ ? આ લક્ષણો પરથી જ અલ્સરનું ચોક્કસ નિદાન થઇ જાય છે.
હોજરી સાથે જોડાયેલા નાના આંતરડાના શરૂઆતમાં પચીસ સેન્ટિમીટર જેટલા વિસ્તારને આયુર્વેદમાં ગ્રહણી નામ આપવામાં આવ્યું છે. આથી જઠરમાંથી આગળ વધેલો આ ખટાશયુક્ત ખોરાક જા ગ્રહણીના છાલા પરથી ઘસાઈને પસાર થાય તો જે તે ભાગમાં તીવ્ર દુખાવો અને બળતરા થાય છે. પેપ્ટિક અલ્સરનો દરદી મોટેભાગે એવું કહેશે કે કશું ખાધું ન હોય અને ખાલી પેટ હોય ત્યારે સારું લાગે ત્યારે બળતરા અને દુખાવો શરૂ થઇ જાય છે. અલ્સર તાજું જ હોય તો જમતાની સાથે જ પેટ ભારે અને ડબ થઈ જાય છે. મોંમા મોળ આવે છે. અને ખાધેલો ખોરાક ઉછાળા મારતો હોય એમ મોંમાં પાછો આવી ઓચિંતી જ ખાટી ઊલટી થઈ જાય છે અને ઊલટી પછી બળતરા તથા પીડા ઓછી થઈ જાય છે. ખોરાક ઢીલો અને તળેલો હોય તો દુખાવો વધે છે.
દૂધ, ખીર, થૂલી, ખીચડી કે રાબ જેવો ખોરાક દરદીને અનુકૂળ પડે છે. આઈસ્ક્રીમ ખાવાથી પણ સારું લાગે છે. ઠાંસી ઠાંસીને જા ભરપેટ ખાવામાં આવે તો દર્દીની અકળામણ વધે છે. અને થોડા થોડા સમયના અંતરે ઓછો, પ્રવાહી અને માપસર ખોરાક લેવામાં આવે તો રાહતનો અનુભવ થાય છે. બપોરે જમ્યા બાદ ત્રણેક કલાક બાદ જેમ દુખાવો થાય છે તેમ રાત્રે જમ્યા બાદ પણ દુખાવો થાય છે. અને ક્યારેક તો આ દુખાવો થાય છે તેમ રાત્રે જમ્યા બાદ પણ દુખાવો થાય છે. અને ક્યારેક તો આ દુખાવો તથા બળતરા થાય છે.
પેપ્ટિક અલ્સરનો દરદી મોટે ભાગે એવું કહેશે કે કશું ખાધું ન હોય અને ખાલી પેટ હોય ત્યારે સારું લાગે છે પરંતુ પેટ ભરીને ખાવામાં આવે અને આહાર હોજરીમાં વલોવવા લાગે ત્યારે બળતરા અને દુખાવો શરૂ થઇ જાય છે. અલ્સર તાજું જ હોય તો જમતાની સાથે જ પેટ ભારે અને ડબ થઈ જાય છે. મોમાં મોળ આવે છે. અને ખાધેલો ખોરાક ઉછાળા મારતો હોય એમ મોંમાં પાછો આવી ઓચિંતી જ ખાટી ઊલટી થઈ જાય છે અને ઊલટી પછી બળતરા તથા પીડા ઓછી થઇ જાય છે. ખોરાક ઢીલો અને પ્રવાહી હોય તો દુખાવો ઘટે છે પણ જો એ કઠણ, તીખા-ખાટા રસથી યુક્ત આથાવાળો અને તળેલો હોય તો દુખાવો વધે છે. દૂધ, ખીર, થૂલી, ખીચડી કે રાબ જેવો ખોરાક દર્દીને અનુકૂળ પડે છે. આઈસ્ક્રીમ ખાવાથી પણ સારું લાગે છે. ઠાંસી ઠાંસીને જા ભરપેટ ખાવામાં આવે તો દરદીની અકળામણ વધે છે. અને થોડા થોડા સમયના અંતરે ઓછો, પ્રવાહી અને માપસર ખોરાક લેવામાં આવે તો રાહતનો અનુભવ થાય છે. અને ક્યારેક તો આ દુખાવો તથા બળતરા વધી જવાથી દરદીની ઊંઘ ઊડી જાય છે અને ઊઠીને વચ્ચે ઠંડુ પાણી કે દૂધ પીવાની ઈચ્છા થાય છે.
જમવાનો સમય જો નક્કી હોય તો દરદી એ અનુમાન કરી શકે છે કે દિવસે અને રાત્રે અમુક વાગે પોતાને દુખાવો શરૂ થશે. અને તેથી પોતે એનો ઉપચાર પણ વિચારી શકે છે. પેપ્ટિક અલ્સરમાંથી ખાટી ઊલ્ટી અવાર નવાર થતી હોય છે જ્યારે ડિઓડિનલ અલ્સર (પરિણામ શૂલ)માં ઉલટી ભાગ્યે જ થતી હોય છે. ભૂખ્યા પેટે ગુસ્સે થનારા લોકોએ આ રોગની સંભાવના વિશે વિચારી લેવું જોઈએ.
ખોરાકમાં ખાટાં, તીખાં, ખારાં, નમકીન કે સ્વાદિષ્ટ ખોરાકની અસર થા છે. એ જરૂરી પણ છે. જોકે, એનો અતિશય ઉપયોગ તેમાં પણમ ખાસ કરી ચા, તમાકુ, દારૂ વગેરે વધુ પડતા લઈને આપણે નિયમ અને સંયમ ભૂલી જઈએ તો પાચનક્રિયા બગડવાની શરૂઆત થાય છે.
પથ્યઃ અહીં પથ્યનો વિચાર કરીએ તો પાકેલાં કેળા, સફરજન, દાડમ, પપૈયું આ બધામાંથી યોગ્ય ક્રમ સૂચવી શકાય. આ દવા જાડે શા†કારોએ સૂચવેલા પ્રયોગ ક્યારેક અલ્પમાત્રામાં કર્પૂરરસ આપી શકાય. આ પ્રયોગ દરમિયાન પાતળી માખણ વગરની છાશ લઈ શકાય. આ સિવાય જમ્યા બાદ કુટથરિષ્ટ બબ્બે ચમચી લઈ શકાય. એટલા જ પાણી સાથે લેવાય. કડા પાક ધનવટી બબ્બે ગોળી સવારે અને રાત્રે પડિકા સાથે લેવી. સૌથી અઘરા કેસમાં વિજય પર્પટીનો છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે કષ્ટસાધ ગ્રહણી આંતરડાનો ક્ષય, પેટમાં મંદ મંદ દુષ્યા કરે, ગ્રહણીમાં ચાંદુ લિવર અને બરલની કમજારી દૂર કરે છે. પર્પટીની માત્રા ચપટી લઈ શકાય. ગ્રહણી રોગમાં મંદાગ્નિનું નિવારણ જરૂરી છે. છાશની મહત્તા પેટના દરદોમાં અપરંપાર છે. છાશ ગ્રહણીના દરદોમાં અગ્નિ સતેજ કરે છે. પચાવનાર શક્તિ વધારે છે. ઝાડાને બાંધે છે. વિપાકકાળ મધુર હોવાથી પિત્ત વધારતી નથી. મધુર અને અમ્લ તથા ચીકાશદાર હોવાથી તરતમાં બનાવેલી તાજી છાશ સંગ્રહણીમાં બહુ ઉપયોગી છે. શેકેલા જીરાનું ચૂર્ણ એકથી બે ગ્રામ અને એની જોડે પર્પટી ચપટી લઈ સેવન કરવું. આજના સ્ટ્રેસફુલ, ધમાલિયા જીવનમાં આંતરડાનો જૂનો સોજા હોય, અમ્લપિત્ત તુલ્ય પર્પટી પ્રયોગી કરી શકાય. અલ્સરની આયુર્વેદિક સારવારથોડા થોડા સમયના અંતરે ઓછો, પ્રવાહી અને માપસર ખોરાક લેવામાં આવે તો રાહતનો અનુભવ થાય છે.
અલ્સરના દરદીએ તીખાં, ખાટાં, તળેલાં અને આથો આવીને તૈયાર થતાં હોય તેવા પદાર્થાે બંધ કરી દેવા જાઈએ. લસણ, મરચાં, મરી, લીંડીપીપર, સૂંઠ, આદું, હિંગ-રાઈનો વઘાર તતા ગરમ પદાર્થાે અલ્સરના દર્દીને અનુકૂળ આવતા નથી. ટમેટા, કાચી કેરી, ખાટાંફળો, દહીં, છાશ, લીંબુનું અથાણું, કેરીનું અથાણું, આમલી, સાઈટ્રિક એસિડ (લીંબુના ફૂલ) તથા ભજિયા-ગાંઠિયા જેવા તમામ ફરસાણ બંધ કરી દેવા જાઈએ. ચીકન, માંસાહારસૂપ, મચ્છી તથા તમામ પ્રકારનો માંસાહાર અલ્સરના દરદી માટે અપથ્ય છે.
રીંગણ, સરગવો, ડુંગળી, ભીંડાનું શાક તથા બાજરીના રોટલાને કઢી જેવો ખોરાક અલ્સરના દરદીને અનુકૂળ આવતો નથી. દારૂ, બીડી-સિગારેટ કે તમાકુ-ગુટકાનું વ્યસન પણ અલ્સરના દરદીએ છોડી દેવું. ઉજાગરા, અતિ મૈથુન, ગુસ્સો અને માનસિક તાણ વધે તેવી પરિસ્થિતિ અલ્સરના દરદને વધારી શકે છે. હોજરી કે આંતરામાં ચાંદુ હોય તેવા દરદી માટે બકરીનું કે ગાયનું દૂધ, ખીર, થૂલી, એકદમ ગળી ગયેલી ખીચડી, ગળી ગયેલો ભાત, મગનું મોળું ઘીથી વધારેલું ઓસામણ, ગળી ગયેલી મગની છૂટી દાળ, દૂદી, ગલકા કે પરવળનું શાક પથ્ય છે. કોળાનું શાક, પેઠાં કે કુષ્પાં અવલેહ પણ અલ્સરના દરદીને અનુકૂળ આવે છે.
ઔષધોપચારઃ દરદી માટેનો ઔષધોપચાર આ પ્રમાણે છે. વૈદક શા†માં આંતરડાના દરદોમાં પર્પટીના પ્રયોગો ચમત્કાર બતાડે છે અને તે આંતરડાનાં રોગોમાં કે સંઘરણીમાં કઈ રીતે ફાયદો કરે છે ? આયુર્વેદની ખાસ વિશેષતા છે કે પર્પટી પ્રયોગો આયુર્વેદમાં ઘણા છે. એમાં સુવર્ણ પર્પટી એક અદ્ધુત અસરકારક યોગ છે. આવી જાતના પર્પટી પ્રયોગ આયુર્વેદમાં ઘણા છે. એમાં સુવર્ણ પર્પટી તથા બીજા પ્રયોગો વૈદ્યની દેખરેખ હેઠળ લેતા અનેક પ્રકારની સંઘરણી, ઝાડા, જૂનો મરડો હોય, નબળાઈ અને ખાસ કરીને આંતરડાંના જૂના દરદો મટતા જાવા છે. પર્પટી બનાવવાની વિધિ સમજવા જેવી છે.
આમાં તો વૈદ્યો લોઢાની એક કઢાઈમાં જરા ઘી લગાડી તેમાં શુદ્ધ પારદ ૪, શુદ્ધ ગંધક ૮, અભ્રક ૧, લોહ ૨, તાંબુ અડધો ભાગ લઇ જે બને તેને પંચામૃત કહે છે. આ લોઢાની કઢાઈ અગ્નિ ઉપર બહુ ધીમા તાપે એક રસ જેવું કરી લેવું. ત્યાર બાદ ગાયના છાણના છાણ ઉપર શુદ્ધ કેળનું પાન ગોઠવી એ સ્વચ્છ પાન ઉપર આ રસ ઢાળી દઈ એના ઉપર બીજું પાન ઊંધુ ગોઠવી તેના ઉપર છાણું ગોઠવી તેના ઉપર છાણુ ઢાંકી દેવું પછી કેળના બંને પાન જુદા કરી વચ્ચેથી પાપજ જેવડી પર્પટી કાઢી અને વૈદ્યો અને ઘૂંટી લે છે. આ રીતે પર્પટી તૈયાર થાય છે.
આવી પર્પટીઓ દરદીને નવજીવન બક્ષે છે. આંતરડાંના દર્દ માટે પથ્ય ઉપર રહી પર્પટીનો પ્રયોગ કરતાં આંતરડાંને નવું બળ મળે છે. રસનું લોહી બનશે, ઝાડો બંધાઈને, પચીને સાફ આવશે. વારંવાર હાજતે જવું પડે અને મળમાં કાચા વટાણા, ટામેટાં કે ખાધેલું બહાર આવે છે તે પચીને પાચનક્રિયા સુધરી જશે. કેવળ શુદ્ધ ગંધક પારદમાંથી બને છે એને રસપર્પટી કહેવામાં આવે છે. એવી જ રીતે આ પર્પટી પ્રયોગ સાથે કુટજલોહ, બિલ્વાદિચૂર્ણ મેળવીને સવારે અને રાત્રે નયણે કોઠે મધ સાથે ચાટી જવા અથવા એમ જ ઉપર છાશ સાથે લેતા આંતરડાંનો સોજા દૂર થાય છે. જટિલ જૂનાં, હઠીલાં આંતરડાંના દર્દાેમાં આયુર્વેદ સદીઓ પૂર્વે ઉપયોગી હતું અને આજે પણ એવું જ ઉપયોગી છે.
શતાવરી અને જેઠીમધનું ચૂર્ણ સમાન ભાગે મેળવી કાચની બરણીમાં ભરી રાખવું. આમાંથી વીસેક ગ્રામ જેટલું ચૂર્ણ ૨૦૦ ગ્રામ જેટલા બકરી કે ગાયના દૂધમાં નાંખી એટલું જ પાણી ઉમેરી ધીમા તાપે ઉકાળવા દેવું. પાણી બળી જાય ત્યારે સવાર સાંજ આ ઔષધ પીતા રહેવાથી અલ્સરનું દરદ દૂર થાય છે. પાચન સારું હોય તો આ ચૂર્ણ ધીમા સેકીને પણ લ ઇ શકાય. દૂધ પાકી જાય ત્યારે તેમાં જરૂર પ્રમાણે દળેલી ખડી સાકર કે ખાંડ પણ ઉમેરી શકાય. ૨૦ ગ્રામ જેટલો પટોલાદિ કવાથનો ભૂકો લઇ બે ગ્લાસ પાણીમાં પલાપાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવું. પોણો કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી ઠરે એટલે ગાળીને પી જવું. સવાર સાંજ આ પ્રમાણે ઉકાળો લેવાનું ચાલુ રાખવું. સુવર્ણ સૂતશેખર રસની એકેક ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી.
અલ્સરના દરદીએ ગમે તેટલી કબજિયાત હોય તો પણ તીવ્ર રેચ ન લેવો. રેચક ઔષધોના કારણે આંતરડાની આકુચન પ્રસારણની ક્રિયા વધી જાય છે. અને મળને પરાણે બહાર ધકેલવા જતાં ચાંદા પર ઘસારો પહોંચે છે અને તેમાંથી લોહી ઝમવા લાગે છે.
આથી કબજિયાત હોય તો દૂધ સાથે ઈસબગુલ કે ગરમાળાના ગોળની સાથે કાળી દ્રાક્ષ મેળવીને તેનો ઉકાળો લઇ શકાય. આમળાનો મુરબ્બો, ગુલકંદ અને ધાત્રી રસાયન પણ અનુકૂળ માત્રામાં લઇ શકાય. કપર્દિકા ભસ્મ, શંખભસ્મ, પ્રવાલ પંચામૃત, કામદૂધા રસ અને મુક્તાપિષ્ટીનું સમાન ભાગે મિશ્રણ કરી એકાદ ગ્રામ જેટલું સવાર સાંજ ધી-સાકર સાથે ચાટી જવું અને ઉપર દૂધ પીવું.