Western Times News

Gujarati News

સ્ટાર જેક્લીન પાસે પણ હાલ કોઇ નવી ફિલ્મો હાથમાં નથી

મુંબઇ, બોલિવુડની લોકપ્રિય સ્ટાર પૈકી એક જેક્લીન ભારે લોકપ્રિયતા ધરાવે છે છતાં તેની પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. કેટલીક ફિલ્મમાં તેને લેવા માટે ચર્ચા ચાલી રહી છે પરંતુ તે સંબંધમાં પાકી માહિતી આવી નથી. તે છેલ્લે ડ્રાઇવ નામની ફિલ્મ રજૂ થઇ હતી. જેમાં તેની સાથે સુશાંતની ભૂમિકા હતી. આ ફિલ્મ નેટફ્લીક્સ પર સીધી રીતે રજૂ કરવામાં આવી હતી. જેક્લીન છેલ્લા કેટલાક સમયથી કોઇ ફિલ્મમાં નજરે પડી નથી. તે છેલ્લે ડ્રાઇવ અને જુડવા-૨ ફિલ્મમાં દેખાઇ હતી. ત્યારબાદ તેની કોઇ મોટી ફિલ્મ આવી નથી. જેક્લીન સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ સુપરસ્ટાર બની હતી. તે સલમાન ખાનની સાથે રેસ-૩માં પણ નજરે પડી હતી.

બીજી બાજુ સંજય દત્ત તમામ પ્રકારના વિવાદોમાં અને કાયદાકીય ગુંચમાં રહ્યા બાદ થોડાક સમય પહેલા મુક્ત થયાબાદ સતત ફિલ્મોમાં સક્રિય રહ્યો છે. તેની પાસે મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. તે કેટલીક ફિલ્મોમાં નજરે પડી ચુક્યો છે. તેની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુમાં પણ તે નાનકડા રોલમાં નજરે પડ્યો હતો. સંજય દત્ત ગેંગસ્ટર પરની ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગયો છે. જેક્લીન હાલમાં સિદ્ધાર્થ સાથે ડ્રાઇવ નામની ફિલ્મમાં પણ કામ કરી ગઇ છે. જેક્લીનને બોલિવુડની સૌથી ખુબસુરત સ્ર પૈકી એક તરીકે ગણવામાં આવે છે. જો કે તે હાલમાં અપેક્ષા મુજબની ફિલ્મો મેળવી રહી નથી. જો કે તે સ્પર્ધાને લઇને પરેશાન પણ નથી. જુદા જુદા કાર્યક્રમમાં તે નજરે પડતી રહે છે. તે કેટલાક અન્ય પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત બનેલી છે. જેમાં ફેશન અને મોડલિંગ સાથે જાડાયેલા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. હાલમાં ફિલ્મ ન હોવાથી ચિંતિત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.