Western Times News

Gujarati News

ભારતીય સેનાના નવા આર્મી ચીફ મુકુંદ નરવાણે

નવી દિલ્હી, લેફટન્ટન જનરલ મુકુંદ નરવાણે ભારતીય સેનાના નવા પ્રમુખ હશે. 31 ડિસેમ્બરે જનરલ બિપિન રાવત નિવૃત્ત થઈ રહ્યા છે.એ પછી સેનાની કમાન મુકુંદ નરવાણે પાસે હશે. પૂણેની પ્રબોધિની પ્રશાલાથી સ્કૂલનુ શિક્ષણ લેનાર નરવાણે નેશનલ ડિફેન્સ એકેડમી, પૂણે અને  ઈન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનના પૂર્વ વિદ્યાર્થી છે.તેમમે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીમાં માસ્ટર ડિગ્રી અને દેવી અહલ્યા વિશ્વ વિદ્યાલય, ઈન્દોરથી ડિફેન્સમાં એમફિલની ડિગ્રી મેળવી છે.

તેઓ 2017તી 2018 દરમિયાન આર્મી ટ્રેનિંગ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ હતા.તેમની પાસે કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં આતંકવાદીઓ સામેના ઓપરેશનનો પણ બહોળો અનુભ છે.જમ્મુ કાશ્મીરમાં તેઓ રાષ્ટ્રીય રાયફલ્સ બટાલિયનની કમાન સંભાળી ચુક્યા છે. તેઓ શ્રીલંકામાં ભારતીય સેનાના શાંતિ મિશનનો પણ હિસ્સો હતો.મ્યાનમારના દૂતાવાસમાં તેઓ ભારતના મિલિટરી એટેચી પણ હતા.2017માં તેઓ ગણતંત્ર દિવસની પરેડના કમાન્ડર હતા.

આર્મીમાં તેમની કેરિયરની શરુઆત શીખ લાઈટ ઈનફ્રન્ટી રેજીમેન્ટમાં પોસ્ટિંગથી થઈ હતી.તેમને જમ્મુ કાશ્મીરમાં પજ બદલ સેના પદક મળેલો છે.જ્યારે નાગાલેન્ડમાં આસામ રાઈફલન્સના મહાનિરિક્ષક તરીકે વિશિષ્ઠ સેવા મેડલ મળેલો છે.તેઓ પરમ વિશિષ્ઠ સેવા મેડલથી પણ સન્માનિત છે. જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના છે.તેમના પછી મુકુંદ નરવાણે સેનાના નવા આર્મી ચીફ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.