Western Times News

Gujarati News

દેશમાં Jioનાં નામથી દરેક શહેરમાં ખુલશે પેટ્રોલ પંપ

નવી દિલ્હી, સમગ્ર દેશમાંના નામથી શહેર-શહેરમાં પેટ્રોલ પંપ ખુલશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની એનર્જી કંપની બીપી પીએલસી વચ્ચે એક કરાર થયો છે. હવે બન્ને કંપનિયો સાથે મળીને ભારતમાં પેટ્રોલ પંપના નેટવર્કને વધારવા પર ફોકસ કરશે.

ઉલ્લેખનીય છે કે જીયો-બીપી બ્રાન્ડ વચ્ચે થયેલા કરાર અંતર્ગત ભારતમાં પેટ્રોલ પંપોની સંખ્યા હાલમાં 1400થી વધીને 5500 કરવામાં આવશે. કંપનીએ આ બાબતે જાણકારી આપતા જણાવ્યું કે આરઆઈએલ અને બીપીએ ભારતમાં નવા ઈંધન બ્રાન્ડ ક્ષેત્રમાં સંયુક્ત ઉધ્યમની સ્થાપના માટે બંધનકર્તા કરાર કર્યા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર આ કરાર ઓગસ્ટમાં થયેલા પ્રારંભિક કરારથી અલગ છે. તેમાં જણાવાયું છે કે જો જરૂરી નિયમનકારી અને અન્ય મંજૂરીઓ મળે તો આ સંયુક્ત સાહસ 2020 ના પહેલા ભાગમાં રચવામાં આવશે.

હાલમાં દેશમાં રિલાયન્સ પાસે કુલ 1400 પેટ્રોલ પંપ છે.આ સિવાય અન્ય એરપોર્ટસ પર લગભગ 30 વિમાન ઈંધણ સ્ટેશન છે. તેમનો આરઆઈએલ-બીપીનાં નવા સંયુક્ત ઉધ્મ દ્રારા કાર્ય કરવામાં આવશે અને ભવિષ્યમાં આ નેટવર્કનો વિસ્તાર પણ કરવામાં આવશે. આ નવા કરાર આધારે પેટ્રોલ પંપનાં વિસ્તાર માટે જે કરાર થયા છે તેમાં આરઆઈએલ પાસે 51 ટકા ભાગીદારી રહેશે. જ્યાેર બીપી પાસે 49 ટકા ભાગી દારી રહેશે. આ બાબતે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી વચ્ચે એક જોઈન્ટ વેન્ચર બનાવવામાં આવ્યું છે.

આ પહેલા ઓગસ્ટમાં RILએ જણાવ્યું હતું કે બીપી તેમનાં હાલનાં પેટ્રોલ પંપનાં વ્યવસાયમાં 49 ટકા ભાગીદારી માટે 7,000 કરોડ રૂપિયાનું આપશે. રિલાયન્સ અને બીપીનાં વચ્ચે 2011 પછી આ ત્રીજો સંયુક્ત કરાર છે. આંકડાઓનાં હિસાબે આ પહેલા 2011માં બીપીએ રિલાયન્સે 21 તેલ અને ગેસ ખોજ અને ઉત્પાદન બ્લોકમાં 30 ટકાની ભાગીદારી ખરીદી હતી. આ ભાગી દારી 7.2 અરબ ડોલરમાં ખરીદી હતી.

તે સમયે એક અન્ય 50:50 ટકા ભાગીદારી વાળી સંયુક્ત વેપાર પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ગેસ સોલ્યૂશન નામનું આ સંયુક્ત સાહસ ભારતમાં ગેસની ખરીદી અને માર્કેટિંગ માટે રચાયેલ છે. આ સમયે દેશમાં કુલ 66,408 પેટ્રોલ પમ્પ છે, જેમાંથી જાહેર કંપનીઓના 59,831 પંપ છે. જાહેર તેલ માર્કેટિંગ કંપનીઓ તેમનું નેટવર્ક બમણું કરવાની યોજના ધરાવે છે. રશિયાના રોજનેફ્ટ-પ્રમોટ થયેલ નાયરા એનર્જી, પૂર્વમાં એસ્સાર ઓઇલ, પાસે 5,453 પેટ્રોલ પમ્પ છે અને આગામી બે-ત્રણ વર્ષમાં આ સંખ્યા વધારીને 7,000 કરવાની યોજના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.