રાજદ્રોહના કેસમાં મુશર્રફ દોષિત જાહેર થયા: ફાંસીની સજા કરાઈ
ભારત સાથે કારગિલ યુદ્ધ દરમિયાન તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને મુશર્રફે અંધારામાં રાખ્યા હતા: મુશર્રફને સજા થતાં જોરદાર સસ્પેન્સ |
ઇસ્લામાબાદા, પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને આજે રાજદ્રોહના મામલામાં દોષિત જાહેર કરીને ફાંસીની સજા ફટકારવામાં આવતા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો. પાકિસ્તાનની ખાસ અદલતે પૂર્વ સૈન્ય શાસક મુશર્રફને અપરાધી જાહેર કરીને આ સજા ફટકારી હતી. કોર્ટના ચુકાદાની સાથે જ મુશર્રફની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. મુશર્રફની સામે મામલાની સુનાવણી પેશાવરની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહેમદ સેઠના નેતૃત્વમાં ખાસ અદાલત દ્વારા હાથ ધરવામાં આવી હતી. માર્ચ ૨૦૧૬માં મુશર્રફ તબીબી સારવારના બહાને દુબઈ જતાં રહ્યા હતા. ત્યારબાદથી ત્યાં જ છે. જÂસ્ટસ શેઠ, જસ્ટિસ નજર અકબર અને જસ્ટિસ શાહીદ કરીમની બનેલી બેંચ દ્વારા મુશર્રફને આ સજા ફટકારવામાં આવી હતી. ૧૯મી નવેમ્બરના દિવસે ચુકાદો આ મામલામાં અનામત રાખવામાં આવ્યો હતો. માર્ચ ૨૦૧૬માં દુબઈ જતા રહ્યા બાદથી મુશર્રફ ક્યારે પણ પાકિસ્તાન પરત ફર્યા ન હતા.
મુશર્રફ પર ત્રીજી નવેમ્બર ૨૦૦૭ના દિવસે ઇમરજન્સી લાગુ કરવાના મામલે દેશદ્રોહનો મામલો ચાલી રહ્યોહતો. પાકિસ્તાનની પહેલાની મુÂસ્લમ લીગ નવાજ સરકાર દ્વારા આ મામલો દાખલ કરાયો હતો. આ મામલો વર્ષ ૨૦૧૩થી પેન્ડિંગ રહેલો હતો. ડિસેમ્બર ૨૦૧૩માં તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૩૧મી માર્ચ ૨૦૧૪ના દિવસે મુશર્રફને આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. એ જ વર્ષે ડિસેમ્બરમાં અભિયોજન દ્વારા તમામ પુરાવા કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અપીલ મંચ પર અરજીઓના કારણે મુશર્રફ સામે કેસમાં ભારે વિલંબ થયો હતો. ટોપ કોર્ટની મંજુરી અને કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફી મંજુરી મળ્યા બાદ માર્ચ ૨૦૧૬માં મુશર્રફ પાકિસ્તાનની બહાર જતા રહ્યા હતા. આ પહેલા ત્રણ જજની બેંચે નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે દેશદ્રોહના મામલામાં ૧૭મી ડિસેમ્બરના દિવસે ચુકાદો આપવામાં આવનાર છે.
ઇસ્લામાબાદ હાઇકોર્ટે દુંબઇમાં રહેતા મુશર્રફ અને પાકિસ્તાન સરકાર તરફથી અરજીઓ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરવામાંઆવી હતી. ખાસ અદાલતે ૨૮મી નવેમ્બરના દિવસે ચુકાદો આપ્યો નહતો. ગયા સપ્તાહમાં જ ખાસ અદાલતે ૭૬ વર્ષીય મુશર્રફને દેશદ્રોહના મામલામાં પાંચમી ડિસેમ્બરના દિવસે નિવેદનને રેકોર્ડ કરાવી દેવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ દુબઇમાં રહેતા મુશર્રફે સમર્થકો માટે સંદેશ જારી કરીને કહ્યુ હતુ કે તેઓ ખુબ બિમાર છે. અને દેશમાં આવીને નિવેદન નોંધાવી શકે તેમ નથી. પાકિસ્તાની મિડિયાના હેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુશર્રફ એક દુર્લભ પ્રકારની બિમારીથી ગ્રસ્ત છે. આ બિમારીના કારણે બચી ગયેલી પ્રોટીન શરીરના અંગોમાં જમા થવા લાગી જાયછે.
હાલમાં મુશર્રફ સારવાર હેઠળ છે. દેશદ્રોહના મામલામાં મુશર્રફે તેમની સામે કરવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યુ હતુ કે તેઓએ હમેંશા પાકિસ્તાનની સેવા કરી છે. તેમના પર દેશદ્રોહના જે આરોપો મુકવામાં આવ્યા છેત પૂર્ણ રીતે આધારવગરના છે. તેમણે કહ્યુ હતુ કે તેઓએ ૧૦ વર્ષ સુધી દેશની સેવા કરી હતી. તેઓ જંગ લડી ચુક્યા છે. તેમના વિચારથી તેમના પર આ પ્રકારના કોઇ કેસ બનતા નથી, મુશર્રફ પોતાના સમયગાળામાં શÂક્તશાળી નેતા તરીકે હતા. તેમનુ સેના પર પ્રભુત્વ રહેલુ હતુ. જ્યારે કારગીલ યુદ્દ કરવામાં આવ્યુ હતુ ત્યારે તેમની ભૂમિકા પાકિસ્તાનમાં ખાસ રહી હતી. મુશર્રફ ભારતના એતિહાસિક પ્રવાસે પણ આવ્યાહગતા એ વખતે વાજપેયી સરકાર સત્તામાં રહેલી હતી. ઐતિહાસિક આગરાની મુલાકાત પણ લીધી હતી.