રિવરફ્રન્ટનાં સ્પોટર્સ કોમ્પ્લેક્સ હજુ પણ ધૂળ ખાતાં પડ્યાં રહેશે
તંત્રની ગૂંચના કારણે લોકોપયોગી બની શક્યાં નથીઃ ઓપરેશન-મેન્ટેનન્સનું કામ રિટેન્ડર કરાયું
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદીના બે કાંઠાને જાેડતા આકર્ષક ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી શક્યતા વચ્ચે રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વે કાંઠે આઠ મહિના પહેલાં બનાવાયેલાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હજુ પણ ધૂળ ખાતાં પડ્યાં રહેશે. આનાં માટે મ્યુનિ.તંત્ર જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તંત્ર દ્વારા પશ્ચિમ કાંઠે સરદારબ્રિજ અને આંબેડકરબ્રિજ વચ્ચે એનઆઈડી પાછળના ભાગે અને પૂર્વ કાંઠે દધીચિબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચે શાહપુરના પાછળના ભાગે અપર પ્રોમીનોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાયાં છે.
પશ્ચિમ કાંઠાના સ્પોટર્સ કોમ્પ્લેક્સની વાત કરીએ તો ૪૫ હજાર ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જગ્યામાં મલ્ટિપલ સ્પોટર્સની જાેગવાઈ કરાઈ છે, જેમાં ચાર ક્રિકેટ પીચ, પાંચ ટેનિસ, કોર્ટ, ચાર મલ્ટિપલ સ્પોટર્સ કોર્ટ, સ્કેટિંગ રિંગ, સ્કેટ બોર્ડ, ૮૦૦ મીટર જાેગિંગ ટ્રેક, ઈન્ટર્નલ રોડ તથા પાર્કિગ, એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ, યુટિલિટી બિલ્ડિંગનો સમાવેશ થાય છે.
પૂર્વ કાંઠે ૮ હજાર ચોરસમીટર જમીનમાં મલ્ટિપલ સ્પોટર્સની સુવિધા ઊભી કરાઈ છે, જેમાં ચાર ક્રિકેટ પીચ, બે ટેનિસ કોર્ટ, ૩૨૦ મીટર જાેગિંગ ટ્રેક, ઈન્ટર્નલ રોડ, પાર્કિંગ, એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ અને યુટિલિટી બિલ્ડિંગમાં ટોઈલેટ બ્લોકનો સમાવેશ થાય છે.
આમ તો આ બંન્ને સ્પોટર્સ કોમ્પ્લેક્સ ઓક્ટોબર-૨૦૨૧થી તૈયાર થયાં હોઈ શહેરના યુવા ક્રીડાપ્રેમીઓ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જાેકે મ્યુનિ.તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની આપસી ગૂંચના કારણે શહેરના યુવાઓને નિરાશ થવું પડે છે, જેના કારણે મે વેકેશન દરમિયાન પણ તેનો લાભ યુવાનો લઈ શકશે નહીં.
સ્પોટર્સ કોમ્પ્લેક્સમાં ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોને સોંપવો તેને લઈ ઉચ્ચ અધિકારીઓમાં અનેક મતમતાંતર થયાં છે એટલે મેન્ટેનન્સના કામમાં રિટેન્ડર કરવાની તંત્રને ફરજ પડી છે, જાેકે આના કારણે લોક નજરે તંત્ર હાસ્યાસ્પદ બન્યું છે.
કેટલાંક વર્તુળોમાં એવું આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે કે સામાન્ય મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટનું કૌકડું તંત્ર ઊકેલી શકતું ન હોય તો ભાજપના સત્તાધીશો આ ગૂંચ ઉકેલવા માટે કેમ સક્રિય થતા નથી ? શું તેઓ પણ અધિકારીઓની શેહ-શરમ હેઠળ આવી ગયાં છે ? શું આનાથી રજાઓનો આવો માહોલ વેડફાયો નથી ?
શું આવી રીતે સત્તાવાળાઓ ફિટ અમદાવાદનો સંકલ્પ સાકાર કરી શકશે ? કે પછી ફિટ અમદાવાદનો નારો હજુ પણ કાગળ પર જ રહી જશે ? મ્યુનિ.સત્તાવાળાઓએ કોરોના પહેલાંના આયોજન મુજબ પૂર્વ કાંઠાના સ્પોટર્સ કોમ્પ્લેક્સને નવેમ્બર-૨૦૨૦માં પૂરું કરવાના હતા, જાેકે કોરોનાના આતંકથી સ્વાભાવિકપણે આ પ્રોજેક્ટને ગ્રહણ લાગ્યું હતું. કોરોના ઉપરાંત પોલીસતંત્રની બેદરકારી પણ પ્રોજેક્ટના વિલંબમાં નડતરરૂપ બની હતી.
પશ્ચિમ કાંઠાના એનઆઈડી પાછળના ભાગે તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સને અગાઉ જાન્યુઆરી-૨૦૨૧ તૈયાર કરીને તેની ભેટ યુવા રમતગમત પ્રેમીઓને મળવાની હતી, જાેકે આ પ્રોજેક્ટ પણ કોરોના મહામારીના પ્રકોપના કારણે લથડિયાં ખાવા લાગ્યો હતો અને મહિનાઓના વિલંબ બાદ તે તૈયાર થયો હતો.