Western Times News

Gujarati News

અમદાવાદમાં ર૦ લાખ વાહનો ૧પ વર્ષ જુના પણ રીન્યુઅલની અરજી માત્ર રપ

(એજન્સી)અમદાવાદ, નવા કાયદા મુજબ અમદાવાદ શહેરમાં ફરતા ૧પ વર્ષ જુના વાહનોએ ફિટનેસ સર્ટીફીકેટ મેળવવું ફરજીયાત છે. એપ્રિલ મહીનાથી આવા જે વાહનોએ રીન્યુઅલ સર્ટી.ન મેળવ્યું હોય તેના માલીકે દર મહીને દંડ ભરવાનો થયો છે. ટુ-વ્હીલરને રૂા.૩૦૦ અને ફોર-વ્હીલરર્સને રૂા.પ૦૦ નો દર મહીને દંડ રખાયો છે.

પરંતુ એક મહીનો થવા છતાં હજુ સુધી અમદાવાદ આરટીઓને માત્ર રપ જ અરજી મળી છે. સરકારને આ નવા નિયમથી દંડ પેટે જ દર મહીને કરોડોની આવક થવાની છે.

આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, સુભાષબ્રીજ આરટીઓમાં વ્હીકલના રીન્યુઅલના માટે માત્ર રપ જેટલી અરજીઓ મળી છે. એપ્રિલ સુધીમાં ફીટનેસ સર્ટીફીકેટ રીન્યુ કરવામાં નિષ્ફળતાના કારણે ટુ-વ્હીલરના ૧૪ લાખ માલીકો દર મહીને ૪ર કરોડ રૂપિયાનો દંડ ચૂકવવા માટે જવાબદાર બનશે. ત્રણ લાખ કાર માલીકો માટે એકીકૃત દંડ દર મહીને રૂા.૧પ કરોડ થાય છે.

વાહનોની બંને શ્રેણીઓ માટે એકસાથે લેવામાં આવે તો, આરટીઓને દંડ દ્વારા દર મહીને રૂા.પ૭ કરોડનો ફાયદો થશે. આમાં ફીટનેસ સર્ટીફીકેટ મેળવવામાં નિષ્ફળતા માટે માલસામાન અને પસેન્જર વાહનોના માલીકો દ્વારા ચૂકવવામાં આવતો પ૦ રૂપિયા પ્રતી દિવસનોદંડ ઉમેર.

નવા નિયમો અનુસાર, ૧પ વર્ષ કે તેથી વધુ જુના વાહનોના રજીસ્ટ્રેશનનું નવીનીકરણ ટુ-વ્હીલર માટે રૂા.૩૦૦ થી વધારીને રૂા.૧,૦૦૦, થ્રી-વ્હીલર માટે રૂા.૬૦૦થી વધારીને રૂ.ર,પ૦૦ કરાયું છે. કાર માટે રૂા.૬૦૦થી રૂા.પ હજાર અને આયાતી વાહનો માટે રૂા.૧પથી૪૦ હજાર કરાયો છે.

નવી નીતિ હેઠળ, જે વાહનો ઉપયોગ માટે યોગ્ય માનવામાં આવશે નહી કે તે સ્ક્રેપ કરાશે. અમદાવાદમાં ૧ એપ્રિલ સુધીમાં ૧પ વર્ષ કે તેથી વધુ ઉંમરના ર૦.પ લાખ વાહનો છે. તેમાં ત્રણ લાખ કાર ૧૪લાખ ટુ-વ્હીલર એક લાખ રીક્ષા અને બે લાખ અન્ય વાહનોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.