રોબર્ટ વાડ્રાને વિદેશ જવાની મંજુરી : સ્પેન માટે રવાના
નવી દિલ્હી, દિલ્હીની એક અદાલતે રોબર્ટ વાડ્રાને રાહત આપતા તેમને સારવાર અને બિઝનેસના કામ માટે વિદેશ જવાની મંજુરી આપી દીધી છે. વાડ્રા તાબડતોબ સ્પેન જવા રવાના થયા હતા. વાડ્રાને હાલ તો એક મનિલોન્ડરીંગ કેસમાં આગોતરા જામીન મળેલા છે. વાડ્રાએ ગત સપ્તાહે અરજી દાખલ કરીને વિદેશ જવાની પરવાનગી માંગી હતી. વાડ્રા લંડનમાં ૧૨ અને બ્રાયન સ્ટોન સ્કવેરમાં ૧૯ લાખ પાઉન્ડની સંપતિ ખરીદવાને સંબધીત મનિલોન્ડરીંગના આરોપોનો સામનો કરી રહયા છે.