Western Times News

Gujarati News

રાજકોટ: સેલ્ફી લેવા જતા તળાવમાં ડૂબી જવાથી 4ના મોત

રાજકોટ, રાજકોટમાં સેલ્ફી જીવલેણ સાબિત થઈ છે. તળાવમાં ડૂબી જતા 3 યુવકોના મોત થયા છે. સેલ્ફી લેવા જતા 2 યુવક અને 2 યુવતી ચારેય તળાવમાં ડૂબી ગયા હતાં. એક વ્યકિતએ આ ચારેયને બચાવા માટે તળાવમાં ઝંપલાવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે યુવતીને બચાવી લીધી છે. તેમજ 2 યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ ચારેયને બચાવવા પડેલા વ્યકિતનું પણ મોત થયું છે.  રાજકોટમાં તળાવમાં ડૂબી જતા 3 યુવકોના મોત થયા છે. જેમાંથી બે યુવકના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક યુવકનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. હજુ એક યુવકની શોધખોળ  હાથ ધરી છે. પોલીસે આ મામલે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.