બર્થ-ડેના દિવસે જ પત્નીની રોડની વચ્ચોવચ્ચ હત્યા કરી પોલીસ પતિ ફરાર
બર્થ-ડેના દિવસે જ આપ્યું મોત
રસ્તાની વચ્ચે પત્નીને ગોળી મારી હત્યા કર્યા બાદ આરોપી કોન્સ્ટેબલ મનીષ ભાટી ફરાર ઃ પોલીસ દ્વારા શોધખોળ
પત્નીની રોડની વચ્ચોવચ્ચ હત્યા કરી પોલીસ પતિ ફરાર
નવી દિલ્હી, વિનોદ નગર વિસ્તારમાં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલે કથિત રીતે પત્નીની રોડની વચ્ચોવચ્ચ ગોળી મારીને હત્યા કરી ફરાર થઈ ગયો ગયો હતો. મૃતકની ઓળખ ૨૬ વર્ષીય પ્રિયંકા તરીકે થઈ છે, જે એક શિક્ષિકા હતી. આજે પ્રિયંકાનો જન્મદિવસ હતો. પોલીસે કેસ નોંધ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આરોપી મનીષ ભાટીને પકડવા માટે શોધ ચાલુ છે.અહેવાલો અનુસાર, મનીષ ભાટી સોમવારે વહેલી સવારે પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાંથી સ્કૂટર પર તેની પત્ની સાથે જઈ રહ્યો હતો.
આ દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. ત્યારબાદ ભાટીએ સ્કૂટર રોક્યું અને બંને વચ્ચે બોલાચાલી ચાલુ રહી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, થોડી જ વારમાં ભાટીએ પોતાની પત્નીને ગોળી મારી અને તેને રસ્તા પર જ છોડીને ભાગી ગયો.થોડીવાર બાદ ત્યાંથી પસાર થતા એક ડિલિવરી એક્ઝિક્યુટિવે ઘાયલ મહિલાને રસ્તાની બાજુમાં પડેલી જોઈ. તેણે તાત્કાલિક મહિલાને નજીકની લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં પહોંચાડી હતી.
જોકે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.મૃતકની ઓળખ ૨૬ વર્ષીય પ્રિયંકા તરીકે થઈ છે, જે વ્યવસાયે શિક્ષિકા હતી. સોમવારે જ પ્રિયંકાનો જન્મદિવસ પણ હતો. પોલીસે કેસ નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ આરોપી મનીષ ભાટીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.SS1
