Western Times News

Gujarati News

અમદાવાદઃ સાબરમતીમાં ઝંપલાવી યુવકનો આપઘાત

File

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓના પગલે રિવરફ્રંટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે તેમ છતાં રિવરફ્રંટ સરદારબ્રીજ પા‹કગ પાસે ગઈકાલે એક યુવકે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત શહેરના ખોખરા વિસ્તારમાં પણ એક યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર પાણીની ટાંકી પાસે પવનપુત્ર સોસાયટીમાં રહેતા જગદીશકુમાર નરહરિલાલ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રીતે અસ્વસ્થ જણાતા હતા આ દરમિયાનમાં ગઈકાલે તેઓ રિવરફ્રંટ સરદારબ્રીજ પા‹કગ પાસે પહોચી ગયા હતા અને પાણીમાં મોતની છલાંગ લગાવી હતી આ દરમિયાનમાં તરવૈયાઓની ટીમો તથા ફાયરબ્રિગેડના કર્મચારીઓ પહોંચી ગયા હતાં. નદીમાં છલાંગ લગાવનાર જગદીશભાઈની શોધખોળ કરી હતી.

પરંતુ તેમને બચાવવામાં નિષ્ફળતા મળી હતી. તરવૈયાઓએ જગદીશકુમારના મૃતદેહને બહાર કાઢતા રિવરફ્રંટ વેસ્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ખૂબ જ શોકમગ્ન બની ગયા હતાં.  આત્મહત્યાનું કારણ જાણવા રિવરફ્રંટ વેસ્ટના મદદનીશ સબ ઈન્સપેકટર જગદીશચંદ્ર આત્મારામે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે પરંતુ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

આત્મહત્યાનો બીજા બનાવ ખોખરા વિસ્તારમાં બન્યો છે. ખોખરા ભાઈપુરા અંબાજીની ચાલીમાં રહેતો રર વર્ષનો યુવક ગૌરાંગ પ્રકાશભાઈ ખૂબ જ વ્યથિત જણાતો હતો ગઈકાલે સાંજે પોતાના ઘરે એકલો હતો ત્યારે ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો આ દરમિયાનમાં પરિવારજનો આવી પહોંચતા ઘરની અંદરનું દ્રશ્ય જાઈ તેઓ હેબતાઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને ગૌરાંગના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે પરિવારજનોની પુછપરછ કરી હતી પરંતુ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું ન હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.