સ્પેક કેમ્પસમાં WDC સેલ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ ઉપર સેમીનાર યોજાયો
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ માં WDC સેલ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ ઉપર સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે આણંદ અને વડોદરા માં સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર ક્લાસ ૧ ઓફીસર તરીકે ફરજ ભજવતા મિસ. પ્રજ્ઞા ગોન્ડલિયા આવ્યા હતા.તેમને વિધ્યાર્થીનીયો તથા તમામ મહિલા સ્ટાફ મેમ્બર્સ ને મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારો સામે લડતા અને કાયદાઓ વિષે સમજાવ્ય હતું.
ઉદાહરણ તરીકે છોકરીયો એ હંમેશા ઝુંડ મા જ જવું,ક્યારે પણ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર ભરોસો નાં કરવો.જયારે પણ કઈ ઈમરજેન્સી આવે ત્યારે પોતાના લોકો ને જ સંપર્ક કરવાનો વગેરે ઉદાહરણ આપ્યા હતા.આ રીતે મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારો સામે લડી શકાઈ છે. આ તમામ સેમીનાર નું આયોજન WDC નાં કોર્ડિનેટર પ્રોફ.મિત્તલ પરમાર નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું . આ સેમીનાર માં સંસ્થા નાં ચેરમેન શ્રી ગીરીશભાઈ પટેલ તથા સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલે વિધ્યાર્થીનીયો ને શુભેચ્છાઓ પાઠવી હતી.