Western Times News

Gujarati News

સીટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA) ને જનસમર્થન આપતી નાગરિકોની જંગી રેલી યોજાઈ

મોડાસા:  અરવલ્લી જિલ્લા સીએએ નાગરિક જાગરૂકતા સમિતિ દ્વારા આજરોજ મોડાસામાં  નાગરિકો દ્વારા આ રેલીને પ્રચંડ સમર્થન સાંપડ્યું હતું. સીટીઝન એમેન્ડમેન્ટ એકટ(CAA)ને સમર્થન આપવા મોડાસામાં નાગરિકો-વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બજારો બંધ રાખ્યા હતા અને આ રેલીમાં જોડાયા હતા.  મોડાસાના કલ્યાણચૉક થી રામપાર્ક સર્કલ-જુના બસ સ્ટેશન થી ચાર રસ્તા સુધી જંગી રેલી નીકળી હતી,

ત્યાર બાદ ચાર રસ્તા ટાઉનહોલ પાસે સભા યોજી “સમર્થન કેમ” તે અંગે આવેદન વંચાણે લઇ અને આગેવાનો દ્વારા સિટીજન અમેંડમેંટ એક્ટ (CAA) ને જનસમર્થન આપતું જિલ્લા કલેક્ટર ને આવેદન પાઠવવા માં આવ્યુ હતુ.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પૂરવઠા નિગમ નાચેરમેન  રાજેશભાઇ પાઠક, પ્રદેશ ભાજપા સંગઠન મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી, મહામંત્રી  શામળભાઇ પટેલ, શ્રી એસ.એમ.ખાંટ,  ધિમંતભાઇ પટેલ અને જિલ્લા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા જોડાયા હતા.

કાયદાને સમર્થન આપવા મોડાસા શહેર વેપારી એસોશિયેસનો સામાજિક જૂથો તથા તમામ સંગઠનો જોડાયા હતા અને આ રેલીમાં જોડાવા મોડાસા નગરના વેપારી બંધુઓ સ્વયંભુ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખી અને કાયદાને સમર્થન આપી રેલીમાં જેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.