સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સના સહયોગથી વૈશ્વિક ડાયાબીટીક દીવસની ઉજવણી
તાજેતર માં, ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાયન્સના આયુર્વેદિક, હોમેઓપેથીક, ફીઝીઓથેરાપી અને નર્સિંગ શાખાના વિદ્યાર્થી,અધ્યાપકો અને મેડીકલ ઓફિસર ના સહયોગથી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના કેમ્પસ ખાતે વૈશ્વિક ડાયાબીટીક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસે ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાયન્સની તમામ શાખાના ટીમ મેમ્બરએ વિના મુલ્યે ડાયાબીટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તે કેમ્પમાં ધમાસના,મોટી અદારજ,શેરથા,ભોયણ રાઠોડ,ટીંટોડા ગામના આશરે ૩૦૦ થી વધુ રહેવાસીઓએ આ સેવાનો લાભ લીધો હતો.
આ દિવસની ઉજવણી કરવા માટે ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાયન્સના વિથાર્થીઓએ રંગોળી પ્રેઝનટેશન,પોસ્ટર મેકિંગ જેવી સ્પર્ધાઓ વૈશ્વિક ડાયાબીટીક દિવસને ધ્યાનમાં રાખીને હરીફાઈમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત વિદ્યાથીઓ દ્વારા ડાયાબીટીસ ઉપર એક શિક્ષિત ચર્ચા વિચારણા ના કાયક્રમનું આયોજન પણ કરેલ હતું.
તેમાં ૧૨૦ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક માનવ શરીરમાં ડાયાબીટીસ જેવા રોગ કેવી રીતે થાય છે. આ પ્રકારનાં રોગોથી માનવ શરીરના અગત્યના અંગો ઉપર કેવી વિપરીત અસર થાય છે.અને આ રોગને વધુ નુકશાન કરતો અટકાવા કેવા પ્રકારનાં પગલા ભરવા પડે તે અંગેની વિગતવાર માહિતી કેમ્પમાં ભાગ લેનાર ગ્રામીણ વ્યક્તિઓને આપી હતી.
આ દિવસે કેમ્પનું આયોજન કરી ઇન્સ્ટીટુયુટ ઓફ હેલ્થ સાયન્સ દ્વારા સમાજમાં ડાયાબીટીસ કેટલો જીવલેણ રોગ સાબિત થઇ શકે છે. ટે અંગે સમાજમાં જાગ્રતતા ફેલાવવાનું એક બીડુ ઝડપ્યું હતું અને આ પ્રકારનાં કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવસીટીના ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સે પોતાની સામાજિક જવાબદારી અદા કરી છે.