Western Times News

Gujarati News

૧ વર્ષમાં ૪ રાજયો ભાજપે ગુમાવ્યા

નવી દિલ્હી, ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પડેલા વોટની ગણતરી ચાલુ છે અને રૂઝાનોમાં હેમંત સોરેનના નેતૃત્વવાળી મહાગઠબંધન ૪૧ના જાદુઇ આંકડાને પાર કરી ચૂકી છે. જો અંતિમ પરિણામ પણ આ જ રહ્યા તો મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાંથી પણ ભાજપ સત્તામાંથી બહાર થઇ જશે. માર્ચ ૨૦૧૮માં ૨૧ રાજયોમાં ભાજપ કે તેના સહયોગીની સરકાર હતી પરંતુ ડિસેમ્બર ૨૦૧૯ આવતા-આવતા આ આંકડો સમેટાઇને ૧૫ રાજયો સુધીમાં પહોંચ દેખાય રહી છે. છેલ્લાં એક વર્ષમાં જ ૪ રાજય ભાજપના હાથમાંથી નીકળી ગયા છે અને હવે ઝારખંડ પાંચમું રાજય બનવાની તરફ છે.

૨૦૧૪ના વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ જીત પ્રાપ્ત કરી સ્પષ્ટ બહુમતીની સાથે કેન્દ્રની સત્તા પર કબ્જો જમાવ્યો. ત્યારબાદ તો ભાજપ એક પછી એક રાજયોની ચૂંટણીમાં ફતહ કરતું ગયું. ૨૦૧૪માં ભાજપના નેતૃત્વવાળી એનડીએની માત્ર ૭ રાજયોમાં સરકાર હતી. અહીંથી ભાજપના ચરમની શરૂઆત થઇ. પાર્ટી એક પછી એક રાજયોને ફતહ કરતી ગઇ. એ વર્ષે થયેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ જીતનો પરચો લહેરાવ્યો. ૨૦૧૭માં રાજકીય દ્રષ્ટિથી સૌથી મોટા રાજય યુપીમાં પણ પ્રચંડ જીત પ્રાપ્ત કરી હતી.

૨૦૧૮ આવતા-આવતા તો ૨૧ રાજય ભગવા રંગે રંગાઇ ચૂકયા હતા. આ રાજયોમાં કાં તો ભાજપની સરકાર હતી કાં તો પછી તેના ગઠબંધનવાળી સરકાર. માર્ચ ૨૦૧૮માં જયાં ૨૧ રાજયોમાં ભાજપની સરકાર હતી ત્યાં વર્ષ પસાર થતા-થતા તસવીર ઝડપથી બદલાય ગઇ. ૨૦૧૮ના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મોટા રાજયોમાં ભાજપ સત્ત્।ામાંથી બહાર થઇ ગયું.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો અંદાજે દોઢ દાયકાથી પાર્ટીનું એકહથ્થુ શાસન હતું. જો કે ત્યારબાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં પહેલાં પણ મોટી જીત પ્રાપ્ત કરી ૩૦૩ સીટો પર પરચમ લહેરાવ્યો. કેન્દ્રમાં એકવખત ફરીથી મોદી સરકાર બન્યા બાદ ઓકટોબરમાં હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો આવ્યા. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતી મળી પરંતુ સીએમ પદને લઇ એવો પેચ ફસાયો કે રાજય ભાજપથી છટકી ગયા અને શિવસેના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે એનસીપી-કોંગ્રેસના સહયોગથી મુખ્યમંત્રી બની ગયા. જો કે હરિયાણામાં ભાજપ કોઇપણ રીતે જેજેપીની સાથે હાથ મિલાવીને સત્ત્।ા યથાવત રાખવામાં સફળ થઇ ગઇ. હવે ૨૦૧૯નું વર્ષ પસાર થતા-થતા ઝારખંડ પણ ભાજપના હાથમાં સરકી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.