Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ થતાં ગુજરાતમાં પણ માંગણી

File

અમદાવાદ, એનઆરસી-સીએએના વિરોધ વંટોળ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના રૂા.2 લાખ સુધીના દેવામાફ  કરવાની જાહેરાત કરી છે જેના પગલે ગુજરાતમાં ય ખેડૂતોના દેવા માફ કરવાની માંગનો સળવળાટ ઉભો થયો છે. ખેડૂતો  ખુદ રાજ્ય સરકારને સવાલ કરી રહ્યાં છેકે, જો અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા માફ કરતી હોય તો ગુજરાતમાં કેમ નહીં.કોંગ્રેસે પણ આ મુદ્દે રૂપાણી સરકારને ઘેરવા તૈયારી કરી રહી છે.એટલું જ નહીં, અરવલ્લી જિલ્લાના સાતારડા ગામમાં તો દેવા માફીની માંગણી સાથે ખેડૂતોએ રામધૂન બોલાવી હતી.

ગુજરાતમાં આ વખતેે  ભારે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો આિર્થક રીતે બેહાલ બન્યાં છે.સરકારે રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે પણ હજુય 30 લાખથી વધુ ખેડૂતોએ રાહત મેળવવા ફોમ ભર્યા નથી. આ ઉપરાંત ખેડૂતો પાકવિમા માટે પણ કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.ખાનગી વિમા કંપનીઓ સરકારની સૂચનાઓને છતાંય પાકવિમો ચૂકવવા ઠાગાઠૈયા કરી રહી છે. આ જોતાં ગુજરાતમાં ય ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઉઠી છે.

અરવલ્લી જિલ્લામાં તો ખેડૂતોએ આંદોલનનો પ્રારંભ પણ કરી દીધો છે. માલપુર તાલુકાના સાતારડા ગામના ખેડૂતોને દેવા માફ કરવાની માંગ સાથે રામધૂન બોલાવી હતી. એટલુ જ નહીં, ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોના દેવામાફીની માંગ કરતાં કહ્યુંકે, ભગવાન સરકારને સદબુધિૃધ આપે.કેમ કે,ગત વર્ષે ઓછા વરસાદને લીધે ખેડૂતોને નુકશાન પહોચ્યુ હતું.

આ  વર્ષે કમોસમી-ભારે વરસાદથી ખેડૂતોને બેહાલ બન્યાં છે. ખેડૂતોના દેવામાફ કરવા સરકારને રજૂઆત કરાઇ છે પણ ખેડૂતોના હામી હોવાનો દાવો કરતી સરકાર ખેડૂતોની જ વાત સાંભળવા તૈયાર નથી.સૂત્રોના મતે, કોંગ્રેસના ધારાસભ્યો મંગળવારે દેવામાફીની માંગને લઇને મુખ્યમંત્રીને રજૂઆત કરે તેવી તૈયારી કરવામાં આવી રહી છે.

કિસાન કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયાનું કહેવુ છેકે, જે સરકાર ખેડૂતોને પાકવિમો આપવા તૈયાર નથી તે દેવામાફી કરે તે જણાતું નથી. દેવામાફી માટે સરકારને રજૂઆત કરાઇ છે. ખરેખર તો સરકારે કૃષિપંચ અને કૃષિનીતિ જાહેર કરે તો ખેડૂતોને વધુ લાભદાયી છે. મહત્વની વાત એછેકે, ભારતીય કિસાન સંઘ ખેડૂતોના દેવામાફીને લઇને મૈાન છે. અત્યારે તો ગુજરાતમાં ય ખેડૂતોના દેવામાફીની માંગ ધીરે ધીરે બુલંદ થઇ છે.

ગુજરાતમાં ય 43 ટકા ખેડૂતોના માથે દેવુ છે.  એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટકસના આંકડાઓ કહે છેકે, ગુજરાતમાં 58.72 લાખ ખેડૂતો એટલે કે 66.9 ટકા ખેતી સાથે સંકળાયેલા છે. આ પૈકી 39.31 લાખ ખેડૂતો દેવાના બોજ તળે દબાયેલા છે. 34 લાખ ખેડૂતોએ રૂા.54,237 કરોડની ટર્મલોન લીધી છે. ખેડૂતોએ કૃષિ ઓજારો-ટ્રક્ટરની ખરીદી માટે રૂા.204 કરોડ  અને રૂા.38,804 કરોડ કૃષિ િધરાણ -લોન લીધી છે.

પ્રત્યેક ખેડૂતનુ સરેરાશ રૂા.38,100 દેવુ છે.વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો છેકે, છેલ્લા 15 વર્ષમાં મોટા ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને સસ્તી જમીનો-કરોડો રૂપિયાની સબસિડીની લ્હાણી કરનાર ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ કરતી નથી.

ડૉ.મનમોહનસિંહની સરકારે સમગ્ર દેશના ખેડૂતોનુ રૂા.72 હજાર કરોડના દેવા માફ કર્યા હતાં. રાજસૃથાન,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને છતીસગઢમાં જો સરકાર ખેડૂતોના દેવા માફ કરતી હોય તો વાયબ્રન્ટ અને વિકાસશીલ ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કેમ કરતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.