અંકિતા લોખંડે થનારા પતિ સાથે મન મૂકીને નાચી
મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન પછી હવે ટીવી અને ફિલ્મ અભિનેત્રી અંકિતા લોખંડેના લગ્નની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. લગ્નના વિવિધ ફંક્શન શરુ થઈ ગયા છે. અગાઉ અંકિતા લોખંડે મહેંદી મુકાવી રહી હતી તે તસવીરો સામે આવી હતી અને હવે સોશિયલ મીડિયા પર આજના ફંક્શનના વીડિયો છવાયેલા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે અંકિતા પોતાના થનારા પતિ વિકી જૈન સાથે મન મુકીને ડાન્સ કરી રહી છે.
આ પ્રી વેડિંગ ફંક્શનની અનેક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. અંકિતા લોખંડેના ઈન્ડસ્ટ્રીના મિત્રો પણ આ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા અને તેઓ પણ ઈવેન્ટની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે અંકિતા વિકી સાથે ડાન્સ કરી રહી છે. પિંક લહેંઘામાં અંકિતા ઘણી સુંદર લાગી રહી છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે વિકી જૈન અંતિકાને ઉંચકીને પણ ડાન્સ કરે છે. અંકિતા લોખંડના ફંક્શનમાં સૃષ્ટિ રોડે, સના મકબુલ, માહિ વીજ વગેરે સ્ટાર્સ હાજર રહ્યા હતા. તમામ મહેમાનો ખૂબ એન્જાેય કરી રહ્યા છે. લગ્નનું આ આયોજન મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યું છે.
અહીં નોંધનીય છે કે અંકિતા લોખંડેને ૭ ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અંકિતા લોખંડેને લેગ સ્પ્રેન થયો હતો અને જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે, જાે કે ડોક્ટરે પૂરતો આરામ કરવાની સલાહ આપી છે. અંકિતા લોખંડેના એક મિત્રએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેને ફ્રેક્ચર નથી થયું તે સૌથી સારી વાત છે. અંકિતા લોખંડે અને વિકી જૈન ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે.
તેના માટેની અપ્રિશિએશન પોસ્ટમાં અંકિતા લોખંડેએ લખ્યું હતું કે ‘પ્રિય વિકી, જ્યારે સમય ખરાબ હતો ત્યારે તું મારી સાથે હતો. તું હંમેશા મને તે પૂછનારો પ્રથમ વ્યક્તિ હતો કે, હું ઠીક છું? શું મને કોઈ બાબતમાં મદદની જરૂર છે અથવા હું ક્યાંય દૂર જવા માગુ છું કે જેથી મૂડ ઠીક થઈ શકે.
તે હંમેશાથી મારી ચિંતા કરી છે અને હું હંમેશા તને કહેતી હતી કે, હું ઠીક છું કારણ કે હું જાણતી હતી કે તું મારી સાથે છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોયફ્રેન્ડ બનવા બદલ હું તારો આભાર માનવા માગુ છું’.SSS