અંબાજી મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ
અંબાજી: રાજયમાંથી કોરોના કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો તેવામાં યાત્રાધામ અંબાજીમં ભાદરવી પુનમનો મેળો રદ કરતા મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે કોરોના સંક્રમણને લઇને અંબાજીમાં યોજાનાર ભાદરવી પુનમનો મેળો મોકુફ રખાયો છે જેના કારણે અંબાજી મંદિર પણ આજથી ચાર દિવસ માટે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
કોરોનાની મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ વખતે ૨૭મી ઓગષ્ટથી યોજાનાર ભાદરવી પુનમનો મેળો સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું છે. આ વખતે પદયાત્રીઓ સંધ લઇ અંબાજી પહોંચી નહી શકે તેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા ૧૪૦૦ જેટલા નોંધાયેલા સંધો જયાંથી આવેછે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજીની ધડા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે.