અક્ષયને ખાલી મારું મગજ ફ્રાય અને લોહી ઉકાળવાનું આવડે છે
મુંબઈ: પતિ અક્ષય કુમાર હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર ટિ્વંકલ ખન્ના પોતાની વાત કોઈ જ ખચકાટ વગર સીધે-સીધી રજૂ કરી દે છે. હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં અક્ષય કુમાર અને ટિ્વંકલ ખન્ના બાળકોના સવાલોના જવાબ આપી રહ્યા છે જેમાં પતિ-પત્ની વચ્ચે ચકમક પણ ઝરતી દેખાય છે. આ વિડીયો ઘણો જ વાયરલ થયો છે. બાળકો દ્વારા તેમને વિવિધ સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે જેમાં એક બાળકી સવાલ કરે છે કે મને કૂક કરવું અને રમવું પસંદ છે, તમારા ઘરમાં બેસ્ટ કૂક કોણ છે? આ સવાલ સાંભળીને ટિ્વંકલ ખન્ના બૂક મૂકીને પોતાનો ચહેરો ઢાંકી લે છે. તેના પર અક્ષય તરત જ બોલે છે કે ઘરમાં સૌથી સારું ખાવાનું પોતે બનાવે છે,
જેને સાંભલીને ટિ્વંકલ જવાબ આપે છે આ બધું કૂક કરે છે, તેમને ખબર છે મારું મગજ કઈ રીતે ફ્રાય કરવાનું અને કઈ રીતે મારું લોહી ઉકાળવાનું. જે બાદ ટિ્વંકલ કહે છે અમારા ફેમિલીમાં બેસ્ટ શેપ તેમનો દીકરો આરવ છે. ટિ્વંકલે કહ્યું આરવ રાજમાથી લઈને પિઝા સુધી બધું બનાવી શકે છે. જેના પર અક્ષયે કહ્યું કે તે ઘરમાં સેકન્ડ બેસ્ટ કૂક છે અને ટિ્વંકલ ખાવાનું નથી બનાવી શકતી. એક બાળક અક્ષય કુમારને પૂછે છે કે તેમનો ફેવરિટ સુપરહીરો કોણ છે? જેના પર અક્ષય જવાબ આપીને કહે છે કે ટાર્ઝન, કારણ કે બાળપણથી હું તે જોતો આવ્યો છું.
જોકે, ટિ્વંકલે અક્ષયને વચ્ચે અટકાવીને કહ્યું કે સારું થશે જો બાળકો ફિક્શનલ સ્ટોરીના હીરોની જગ્યાએ રિયલ હીરોને પોતાના રોલ મૉડલ બનાવશે. એક દીકરાએ પોતાની માતાના ડરાવી દેનારા કિસ્સા સંભળાવ્યા તો તે બોલી કે તેઓ પણ આવું કરે છે? જ્યારે તેમનો દીકરો આરવ નાનો હતો ત્યારે આરવને કહેતી હતી કે ખાવાનું ખાઈ લે નહીં તો મટલ લેડી આવશે અને તેની આંગળી કાપીને લઈ જશે અને પછી તેને ફ્રાય કરીને જુહુ માર્કેટમાં વેચશે. ટિ્વંકલે જણાવ્યું કે આ વાતો સાંભળીને તે ઘણાં સમય સુધી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતો નહોતો.