અક્ષય કુમારે સ્કોટલેન્ડમાં જન્મદિન સેલિબ્રેટ કર્યો

મુંબઈ: ટિ્વન્કલ ખન્નાએ કેક સાથે અક્ષય કુમાર અને પોતાની એક તસવીર શેર કરી છે. સાથે જ બર્થ ડે કાર્ડ શેર કર્યું છે જેના પર આઈ લવ યુ ડેડી લખેલું છે. કાર્ડ જોઈને જ અંદાજો આવી જાય છે કે તે અક્ષય અને ટિ્વન્કલની નાનકડી દીકરી નિતારાએ આપ્યું હશે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં ટિ્વન્કલ ખન્નાએ લખ્યું, “બિગ બોયના બર્થ ડેનું નાનકડું સેલિબ્રેશન. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર પત્ની ટિ્વન્કલ અને બંને બાળકો સાથે સ્કોટલેન્ડમાં છે.
![]() |
![]() |
ત્યારે ફિલ્મની કાસ્ટ અને પરિવાર સાથે અક્ષય કુમારે વર્કિંગ બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. અક્ષય કુમાર ૫૩મા બર્થ ડે પર કામ કરી રહ્યો છે કારણકે તે આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે સ્કોટલેન્ડમાં છે. સપ્ટેમ્બરના અંત સુધી ફિલ્મની ટીમ સતત શૂટિંગ કરશે. રણજિત તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ બેલ બોટમમાં વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી મહત્વના રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે જાહેર કરાયેલું લોકડાઉન હળવું થયા બાદ વિદેશમાં શૂટ થનારી પહેલી ફિલ્મ ‘બેલ બોટમ’ છે. આ ફિલ્મ વિશે વાત કરતાં પ્રોડ્યુસર જેકી ભગનાનીએ મુંબઈ મિરરને કહ્યું હતું,
એક હાઈજેકની આસપાસ ફરતી આ થ્રિલર ફિલ્મ છે. એરપોર્ટ સહિતના સ્કોટલેન્ડના વિવિધ રિયલ લોકેશન પર ફિલ્મનું શૂટિંગ થશે. સ્કોટલેન્ડના વિન્ટેજ સ્ટ્રક્ચર સાથે અમારી ફિલ્મની વાર્તાનો સારો તાલમેલ બેસશે. જણાવી દઈએ કે, બેલ બોટમ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ રિલીઝ થવાની છે.