અગોરા મોલ પાસે મહિલાની કરપીણ હત્યા
આરોપીઓએ ઘરમાં ઘૂસી મહિલાને રહેંસી નાંખી ઃ બે વર્ષની બાળકીને રૂમમાં પૂરી દેતાં તેનો બચાવ |
અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક પછી એક ચોંકાવનારી ઘટના ઘટવા લાગી છે. શહેરનાં છેવાડાનાં વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સૌ કથળી ગઈ છે. અમદાવાદ શહેરને અડીને આવેલાં ગાંધીનગર પોલીસ સ્ટેશનની હદમાં અગોરા મોલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં મહિલાની ક્રુરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસતંત્ર ચોંકી ઉઠ્યું છે.
સાંજે પતિ નિત્યક્રમ મુજબ ઘરે પરત ફર્યાે ત્યારે પત્નીની લોહીથી લથપથ લાશ જાતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં અડાલજ પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જાકે, ઘરમાંથી એકપણ ચીજવસ્તુની ચોરી નહીં થઈ હોવાનું બહાર આવતાં અધિકારીઓ ઝીણવટભરી તપાસ કરી રહ્યાં છે.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરની ફરતે તથા છેવાડાના વિસ્તારોનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જેનાં પરિણામે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનો અંતર સૌ ઘટી ગયું છે. ગાંધીનગર-સરખેજ હાઈવે તથા રીંગરોડ ઉપર અનેક ઔદ્યોગિક એકમો પણ સ્થપાયેલાં છે
જેનાં પગલે લોકો મોટી સંખ્યામાં અહીંયા નોકરી કરવા આવે છે. એસ.જી. હાઈવે ઉપર આવેલી એપોલો હોસ્પિટલમાં ફરજ બજાવતાં સુધીર ચંદ્ર પ્રકાશચંદ્ર શર્મા રીંગરોડ ઉપર જ અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલાં અગોરા મોલ પાસેનાં પાર્શ્વનાથ એટલાન્ટિક પાર્ક સોસાયટીમાં ભાડાનો મકાન રાખીને રહે છે. પરિવારમાં તેની પત્ની ગિંુંજન શર્મા તથા બે વર્ષની પુત્રી છે. ગઈકાલે સવારે નિત્યક્રમ મુજબ તે હોસ્પિટલ ગયો હતો. અને ઘરે તેની પત્ની કિંજન અને પુત્રી હતા.
ગઈકાલે સાંજે ૬ વાગ્યાની આસપાસ તે હોસ્પિટલથી ઘરે પરત ફર્યાે હતો. પોતાનાં ઘરનાં ફ્લેટમાં દરવાજા ખુલ્લો જણાતાં તે અંદર પ્રવેશ્યો હતો પરંતુ અંદરનો દૃશ્ય જાઈ તે ખૂબ જ વ્યથિત બની ગયો હતો.
સુધીર ચંદ્રએ ઘરનો દરવાજા ખોલતાં અંદર રૂમમાં તેની પત્ની ગુંજન શર્માર્નો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં જાવા મળ્યો હતો. આ દૃશ્ય જાઈ તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. સુધીર ચંદ્રની બૂમો સાંભળી આસપાસનાં લોકો એકત્ર થઈ ગયાં હતા. સ્થાનિક નાગરિકો પણ કિંજન શર્માનો મૃતદેહ જાઈ ડઘાઈ ગયા હતા અને તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.
નાગરીકોથી ધમધમતાં એવા એપાર્ટમેન્ટમાં મહિલાની ઘાતકી હત્યા થઈ હોવાનાં મેસેજ મળતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. મહિલાના શરીર ઉપર તથા ગળાનાં ભાગ ઉપર છરીના ઘા જાવા મળતાં હતાં. પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે.
આ અંગે પતિની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ઘરનો દરવાજા ખુલ્લો હતો. આ ઉપરાંત ઘરમાં તમામ માલસામાન વ્યવસ્થિત ગોઠવાયેલો હતો. સાથે સાથે ઘરમાંથી કોઈ પણ વસ્તુની ચોરી થઈ નહોતી. પતિનાં આ નિવેદનથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. અને આ ઘટનામાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે.
ચોંકાવનારી બાબત એ છે કે, ઘરે ગુંજન શર્મા તથા તેની બે વર્ષની પુત્રી એકલાં જ હતાં અને તેની પુત્રી બાજુનાં રૂમમાં હેમખેમ મળી આવી હતી. પોલીસ અધિકારીઓએ આ માસૂમ બાળકી પાસેથી પણ વિગતો જાણવાનો પ્રયાસ કર્યાે છે. આ એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેનાં કારણે પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં મૂકાયાં છે. સિક્યુરીટી ગાર્ડ પણ બેદરકારી દાખવતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં અડાલજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી એપાર્ટમેન્ટની આસપાસ લગાવવામાં આવેલાં સીસીટીવી ફુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.