Western Times News

Gujarati News

રીક્ષા ચાલકોને નશીલા પેંડા ખવડાવી લુંટી લેતો શખ્સ ઝડપાયો

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લુંટારા વિરૂધ્ધ વધુ એક ફરીયાદ નોંધાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: થોડાં સમય અગાઉ શહેરનાં કારંજ તથા નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં વિસ્તારમાં ધોળા દિવસે લાંભા જવાનું બહાનું કરી રીક્ષા ભાડેથી કર્યા બાદ રીક્ષા ચાલક સાથે સારું વર્તન કરી તેમનો વિશ્વાસ જીત્યા બાદ ઘેનની દવા ભેળવેલો પેંડો પ્રસાદ રૂપે ખવડાવ્યા બાદ બેભાન બનેલાં ડ્રાઈવરોને લુંટી લેવાની બે ઘટનાઓ બની હતી.


કલાકો બાદ હોશમાં આવેલાં ડ્રાઈવરો એ ભાનમાં આવ્યા બાદ પોતાની સાથે લુંટ થઈ હોવાની જાણ થતાં પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચીને ફરીયાદ નોંધાવી હતી.

આ ઘટનાની બાદમાં તપાસ થવાં છતાં આરોપી પકડાયાનું જાણમાં નથી. કેટલાંક સમય આરોપી શાંત રહયા બાદ ફરી એક વખત ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એવી જ મોડસ ઓપરેન્ડી દ્વારા લુંટની ઘટના બનતાં ચકચાર મચી છે. ડ્રાઈવરને લાંભા લઈ ગયા બાદ આખો દિવસ ફેરવીને નશીલા પેંંડાની અસર થતાં જ ૪પ હજારની લુંટ કરવામાં આવી છે.

મનોહરભાઈ રમેશભાઈ દત્ત સરદારનગર, સોસાયટી, સરદારનગર ખાતે રહે છે અને રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. પ૩ વર્ષીય મનોહરભાઈ ગઈ તારીખ ૧૪મી એ બપોરે સાડા પાંચ વાગ્યાની આસપાસ કાલુપુર આશીર્વાદ માર્કેટ પાસે રીક્ષા લઈને ઉભા હતા એ વખતે એક અજાણ્યા ઈસમે લાંભા ખાતે જવાનું કહ્યું હતું. આ શખ્સે ફરીથી લાંભા મંદીરમાં જઈને પેડાનો પ્રસાદ લાવ્યો હતો અને મનોહરભાઈને ખવડાવ્યો હતો. બાદમાં નારોલ હાઈવે ઉપર તેમને શેરડીનો રસ પણ પીવડાવ્યો હતો. બાદમાં મારાં માણસો આવે એટલે પીરાણા જઈશું.

એમ કહીને થોડીવાર રાહ જાયા બાદ કોઈ ન આવતાં રીક્ષા ગોમતીપુર તરફ લેવડાવી હતી. જા કે ત્યાં સુધીમાં નશીલા પેંડાની અસર શરૂ થતાં અનુપમ સિનેમા આગળ સરદારનગર સોસાયટી નજીક સાડા સાત વાગ્યાની આસપાસ મનોહરભાઈ બેભાન થઈ ગયા હતા.

આ સ્થિતિનો લાભ ઉઠાવી મુસાફરનાં સ્વાંગમાં રહેલાં આરોપીએ તેમની સોનાની વીંટી, દોરા, રોકડા વીસ હજાર રૂપિયા સહીત કુલ ૪પ હજારની વધુની લુંટ ચલાવી હતી. બાદમાં ઘેનની અસર હેઠળ ની રીક્ષા ચલાવતાં મનોહરભાઈનો અકસ્માત થતા પોલીસે તેમને સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે બાદ૧૮ તારીખે પોલીસે અન્ય ઘટનાઓ વિશે પણ તેમને જણાવ્યું હતું. અને અસલાલી પોલીસે તેમને એક આરોપીને બતાવવા મનહરભાઈ તેમને ઓળખી ગયા હતા, બાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તેમણે આ શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.