Western Times News

Gujarati News

ભરૂચના નબીપુર બ્રીજ નીચે ટેમ્પો અને એસ ટી વચ્ચે અકસ્માત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના નબીપુર ઝનોર ચોકડીના ઓવર બ્રીજ નીચે આઈસર ટેમ્પો અને એસ ઙ્મટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જોકે સદ્દનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ભાગી ગયો જતા પોલીસે ટેમ્પાનો કબ્જો મેળવી વધુ તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં મંગળવારના સાંજના સમયે ૬ વાગ્યાના અરસામાં એક આઈસર ટેમ્પોનો ચાલક ઘાસચારો ભરી કવીઠા ચોકડી તરફથી નબીપુર ઓવર બ્રીજ નીચેથી પસાર થઈ રહ્યો હતો.આ સમયે ભરૂચથી વડોદરા કિર્તીસ્થંભ જતી એસટી બસ મુસાફરો સાથે ઓવર બ્રીજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી.

આ સમયે ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થતા જ બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટ્યા હતા.જોકે અકસ્માતમાં કોઈપણ મુસાફરને કોઈપણ જાતની ઈજાઓ પહોંચી નહીં હતી.જેથી તમામે રાહતનો શ્વાસ લિધો હતો.અકસ્માત થતા જ આઈસર ટેમ્પાનો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી ભાગી છૂટયો હતો.

તો અકસ્માતની જાણ થતા નબીપુર પોલીસ સ્ટેશન માંથી પોલીસ કાફલો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરવા સાથે આઈસર ટેમ્પો કબ્જે લઈ ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.