Western Times News

Gujarati News

અંક્લેશ્વર નજીકના ગામના ખેતરમાંથી પોલીસે ગાંજાની ખેતી કરતાં શખ્સ સાથે 40 કિલો નશીલો પદાર્થ ઝડપ્યો

ભરૂચ એસઓજી પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી, ૩૯.૬૫૦ કિલો નશીલા પદાર્થ સાથે એકની ધરપકડ કરી

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચમાં  “NO DRUGS IN BHARUCH CAMPAIGN અંતર્ગત ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા અને સુકા ગાંજાના ૫૨ છોડ સાથે ઝડપી પાડી ભરૂચ એસઓજી પોલીસે ૩૯.૬૫૦ કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા ૩.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્શની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને સુચના અસરકારક કામગીરી માટે સૂચના આપી હતી.

જે સુચનાના આધારે એસઓજી પી.આઈ એ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
આ દરમ્યાન એસ.ઓ.જી ટીમ દ્વારા જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન એ.એસ.આઈ ગુલામ મહંમદ સરદારખાનને મળેલ ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે રેઈડ કરતા ધનાભાઈ જેરામભાઈ આહીરના ખેતરમાં વનસ્પિતજન્ય લીલા અને સુકા ગાંજાના ૫૨ છોડ મળી આવ્યા હતા.

જેનું કુલ વજન ૩૯.૬૫૦ કિ.ગ્રા થયું હતું.આ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ધનાભાઈ જેરામભાઈ આહીર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ કલમ મુજબ અંકલેશ્વર શહેર “બી” ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધનાભાઈ જેરામભાઈ આહીર ઉ.વ.૬૫, રહે.અંદાડા આહીર ફળીયુ, તા.અંકલેશ્વર જી.ભરૂચની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ હેઠળ ડ્રગ્સ સંબંધિત એવા કેસોમાં કાર્યવાહી કરવામાં આવે છે.આ કાયદામાં નાર્કોટિક અને સાયકોટ્રોપિક કેમિકલ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.આ રસાયણો અથવા દવાઓને નિયંત્રિત કરતા કાયદાને દ્ગડ્ઢઁજી એક્ટ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ એક્ટ, ૧૯૮૫ કહેવામાં આવે છે.

આ કાયદાને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ પણ કહેવામાં આવે છે. ૧૯૮૫ માં સંસદ દ્વારા પસાર કરાયેલ આ કાયદો, કોઈપણ વ્યક્તિને માદક દ્રવ્યોના ઉત્પાદન,ખેતી માલિકી,ખરીદી,સંગ્રહ,પરિવહન,સેવન અથવા ધરાવવા પર પ્રતિબંધ મૂકે છે.આ દ્ગડ્ઢઁજી એક્ટની કલમ ૨૦ હેઠળની જોગવાઈઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.