Western Times News

Gujarati News

આરોપીને પકડવા ગયેલી જંબુસર પોલીસ પર મરચાની ભૂકી નાખી હુમલો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમી આધારે તેને ઘરે જંબુસર પોલીસ પકડવા જતા આરોપી બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં અવરોધ ઉભો કરવા અંગે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૨૦ મે ૨૦૨૪ ના રોજ બપોરના અરસામાં જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજીનાઓને બાતમીદારથી બાટલી મળેલ કે અગાઉના ગુનામાં આરોપી જાગીર ઈસ્માઈલ અહેમદ કુરેશી રહે.જંબુસરનાઓ પકડવાનો બાકી હોય તે તેના ઘરે આવેલ છે.

જેથી જંબુસર પોલીસે બાટલી વાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બેહને ઘર માંથી લાલ મરચાની ભૂકી ભરી લાવી પોલીસકર્મીની આંખોમાં નાંખી અને આરોપી તથા તેની બહેને પોલીસ સાથે ઝપાઝપી કરી તથા વુમન પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ધમકી આપી પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરેલ હોય જેથી બંને વિરુદ્ધ જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.