Western Times News

Gujarati News

કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડીયાના પાણેથા નર્મદા કાંઠે સ્નાન કરવા કીડીયારૂ ઉભરાયું

ગરમીથી ત્રસ્ત બનેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝઘડીયાના પાણેથા નજીકનો નર્મદા કાંઠો નવુ ડેસ્ટીનેશન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનુ કીડીયારૂ ઉભરાયુ હતું.શનિવાર અને રવિવારની રજાઓ ?

અને શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા તેમજ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડીયાના પાણેથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે.

ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો,પહાડો માંથી વહેતા કુદરતી ધોધ,વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે.ત્યારે ભરૂચ,અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડીયાના પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે.

ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી હોઈ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી.શનિવાર તેમજ રવિવારના રજાના દિવસોમાં નર્મદા કિનારે બાળકો,વૃધ્ધો સહિતના લોકો ઉમટી પડ્‌યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકા, પાપડીના લોટની ઝ્યાફત માણી આનંદ મેળવ્યો હતો.

પાણેથા નજીકની નર્મદા નદીના કિનારે એક તરફ ઝઘડીયા તાલુકાનો વિસ્તાર છે ત્યાં ઝઘડીયા તાલુકાના લોકો તેમજ રાજપારડી, ઉમલ્લા, ઝઘડીયા, ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા.જ્યારે બીજી તરફ સામે પારના વડોદરા જીલ્લાના દિવેર ગામના મઢીના કિનારે પણ સ્નાન કરવા લોકો મોટી સંખ્યા ઊંમટી પડ્‌યા હતા.

અહીં નર્મદા નદીનો વિશાળ કિનારો હોવાથી વહેતું પાણી લોકોને મળી રહે છે. જેના કારણે ગુજરાતભર માંથી દિવેરની મઢી ખાતે મોટી સંખ્યામાં લોકો આવે છેતથા નર્મદા નદી કિનારે ઉનાળુ વેકેશનની મજા માણતા હોય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.