Western Times News

Gujarati News

ગરમી એટલી હતી કે BSF જવાને ગરમ રેતી પર પાપડ શેક્યો

બીકાનેરમાં બીએસએફ જવાનો ગરમી વચ્ચે પણ દેશની પાકિસ્તાન બોર્ડર પર તૈનાત

(એજન્સી)બીકાનેર, દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે ત્યારે અંગદઝાડતી ગરમી વચ્ચે દેશના જવાનો દેશની સરહદ પર ઉભા રહી રક્ષા કરી રહ્યા છે ત્યારે એટલી બધી ગરમી કે ગરમ રેતીમાં પાપડ શેકાઈ જાય જેનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આગામી ૫ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી.

દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આગામી ૫ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. રાજસ્થાનમાં પણ આકરી ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

બિકાનેરથી જે તસવીર સામે આવી છે તે આશ્ચર્યજનક છે. અહેવાલ મુજબ, બીકાનેરમાં બીએસએફ સૈનિકો આકરી ગરમી વચ્ચે પણ દેશની સુરક્ષા માટે પાકિસ્તાન બોર્ડર પર તૈનાત છે. અહીં તાપમાન ૪૭ ડિગ્રીએ પહોંચી ગયું છે. અહીં તૈનાત સૈનિકો ગરમ રેતી પર પાપડ શેકતા જોવા મળ્યા હતા. રેતી પર પાપડ શેકતા સૈનિકનો વીડિયો સામે આવ્યો છે.

મળતા અહેવાલ અનુસાર, હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને અત્યંત કાળજી રાખવાની સલાહ આપી હતી. હિમાચલ પ્રદેશની નીચી પહાડીઓ પર સ્થિત શહેરો પણ આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું, જેનાથી દૈનિક જીવન પ્રભાવિત થયું હતું અને ઘણા લોકોએ બપોરે ઘરની અંદર રહેવાનું પસંદ કર્યું હતું. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ લોકો ભારે ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.