અજય દેવગન હવે ચાણક્ય નામની ફિલ્મમાં નજરે પડશે
મુંબઇ, અભિનેતા અજય દેવગનની ટુંક સમયમા જ નિર્દેશક નિરજ પાન્ડેની નવી ફિલ્મમાં નજરે પડનાર છે. નિરજ પાન્ડે ચાણક્ય નામના મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ફિલ્મને લઇને લાંબા સમયથી તૈયારી ચાલી રહી હતી. હવે ફિલ્મને લઇને તમામ કલાકારોની પસંદગી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ચાણક્ય નામની ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. નિરજ પાન્ડેએ હેવાલને સમર્થન આપતા કહ્યુ છે કે તેઓ આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મ હાલમાં પ્રી પ્રોડક્શન તબક્કામાં છે. આ ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ ૨૦૨૧માં રજૂ કરવામાં આવનાર છે.
પ્રથમ વખત અજય દેવગન અને નિરજ પાન્ડે સાથે કામ કરી રહ્યા છે. ચાણક્ય નામની ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ નામની કંપની પ્રોડ્યુસ કરી રહી છે. નિરજ પાન્ડે ફિલ્મના નિર્દેશક તરીકે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મમાં આધુનિક ચાણક્યના રોલમાં અજય દેવગન નજરે પડનાર છે. ફિલ્મને બે પાર્ટમાં બનાવવામાં આવનાર છે. ફિલ્મ અંગે વાત કરતા નિરજ પાન્ડેએ કહ્યુ છે કે આ પૂર્ણ રીતે એક પિરિયડ ફિલ્મ તરીકે રહેશે. ફિલ્મમાં પાત્રોને આજની દ્રષ્ટિએ જાવામાં આવનાર છે. મૌર્ય યુગમાં રહીને ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આગામી પ્રોજેક્ટને લઇને તમામ કલાકારો આશાવાદી છે. અજય દેવગન રાજામોલીની ફિલ્મ આરઆરઆરમાં નજરે પડનાર છે. હાલમાં રજૂ કરવામાં આવેલી તાનાજી નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. રોહિત શેટ્ટીની સુર્યવંશીમાં પણ તે ટુંકા રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે અજય રોલ માટે આદર્શ છે.