અજય મિશ્રા ક્રિમિનલ છે, મંત્રી પદેથી હટાવો: રાહુલ
નવી દિલ્હી, લખીમપુર ખીરી હિંસાના મામલામાં સંસદની સાથે સાથે યુપી વિધાનસભામાં પણ હંગામો મચ્યો છે.
લોકસભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ક્રિમિનલ છે અને તેમને મંત્રી પદેથી હટાવવામાં આવે.
મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને લખીમપુરમાં ખેડૂતોને જીપ હેઠળ કચડી નાંખવાના મામલામાં આરોપી બનાવવામાં આવ્યો છે.
ખેડૂતોને જીપ નીચે કચડવાનુ કાવતરુ અગાઉથી ઘડવામાં આવ્યુ હોવાનો રિપોર્ટ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે રજૂ કર્યો છે.જેના કારણે હવે કોંગ્રેસ દ્વારા આશિષ મિશ્રાના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ થઈ રહી છે.
આજે લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂતોની હત્યામાં મંત્રીની સંડોવણી છે અને તેમને સજા મળવી જાેઈએ,તેઓ ક્રિમિનલ છે.સરકારે તેમને હાંકી કાઢવા જાેઈએ.
જાેકે રાહુલ ગાંધીને આ મુદ્દે વધારે બોલવા દેવાયા નહોતા.સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી જે પ્રશ્ન પર વાત કરવાની હતી તેની જગ્યાએ બીજા જ મુદ્દા પર વાત કરી રહ્યા હતા.SSS