અડધી રાત સુધી સંસદ ચાલી, લોકસભામાં ચાર અગત્યના બિલ પાસ
નવીદિલ્હી, કૃષિ બિલોને લઇને રાજયસભા રવિવારે હંગામો થયો ત્યાં લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અડધી રાત સુધી ચાલી,લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સભ્યોની સહમતિથી શૂન્યકાળની કાર્યવાહી શરૂ કરી આ દરમિયાન ૮૮ સભ્યોએ જનહિતના અગત્યના મુદ્દા ઉઠાવ્યા આ દરમિયાન લોકોસભામાં મંત્રીઓના પગાર અને ભથ્થા સુધારા બિલ ૨૦૨૦ પાસ કરવામાં આવ્યું જેમાં કોવિડ ૧૯ મહામારીના કારણે સાંસદોના પગાર ભથ્થામાં ૩૦ ટકાના ઘટાડાની જાેગવાઇ છે આ બિલ રાજયસભામાં ૧૮ સપ્ટેમ્બરે જ પાસ થઇ ચુકયુ હતું.
રાત્રે ૧૨.૩૬ વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી દરમિયાન ધ બાઇલેટરલ નેટિંગ ઓેફ કવાલિફાઇડ ફાઇનાન્સિયલ કોન્ટ્રાકટ્સ બિલ ૨૦૨૦ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ ૨૦૨૦ અને ધ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બિલ ૨૦૨૦ પણ પાસ થઇ ગયું છે. જો કે કાર્યવાહી શરૂ થવામાં એક કલાકનો વિલંબ ચોકકસ થયો હતો પરંતુ કાર્યવાહી નિયત સમયથી ૫.૩૬ કલાક વધુ ચાલી હતી ત્યારબાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. એ યાદ રહે કે કોવિડના કારણે લોકસભાની કાર્યવાહી માટે સાંજે ૩ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જયારે રાજયસભાની કાર્યવાહીનો સમય સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.
આ પહેલા લોકસભામાં કોરોના પર ફરી એકવાર ચર્ચા થઇ જે મોડે સુધી ચાલી અધ્યક્ષે દેશમાં કોવિડ ૧૯ મહામારી પર ચર્ચાની શરૂઆત પહેલાપોતાનું નિવેદન આપ્યું તેઓએ કહ્યું કે દેશ ચર્ચા અને પારસ્પરિક સમન્વયથી કોરોના વાયરસ પર કાબુ મેળવી લેશે કોવિડ ૧૯ પર ચર્ચાની શરૂઆત કરતાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિ સમગ્ર દુનિયાની સરખામણીમાં ખુબ ખરાબ છે તેઓએ કહ્યું કે ન તો આપણે વાયરસના પ્રસારને રોકી શકયા અને ન તો અર્થવ્યવસ્થાની ગતિ કાયમ રાખવામાં સક્ષમ થયા જીડીપી ૪૧ વર્ષમાં પહેલીવાર માઇનસમાં જતો રહ્યો છે.HS