Western Times News

Gujarati News

અનુપમામાં અભિનેત્રી અનેરી વજાનીની એન્ટ્રી થશે

મુંબઈ, પોપ્યુલર ટીવી સીરિયલ ‘અનુપમા’ વિવિધ ટિ્‌વસ્ટ અને ટર્ન આવતા રહે છે. દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે સીરિયલના મેકર્સ નવા ટિ્‌વસ્ટની સાથે નવા પાત્રોની એન્ટ્રી પણ કરાવતા રહે છે. અનુજ અને ગોપી કાકાની એન્ટ્રી બાદ હવે સીરિયલમાં વધુ એક નવી એન્ટ્રી થવાની છે.

સ્વાભાવિક છે કે શોમાં નવી એન્ટ્રી જબરદસ્ત ટિ્‌વસ્ટ પણ લાવશે. સીરિયલમાં હાલ બા-બાપુજી એટલે લીલા અને હસમુખ શાહની ૫૦મી વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન બતાવામાં આવી રહ્યું છે. વનરાજ-અનુપમા સહિત આખો શાહ પરિવાર મળીને બા-બાપુજીના ફરી લગ્ન કરાવી રહ્યો છે. મહેંદી, હલદી જેવી સેરેમની બાદ ધામધૂમથી બા-બાપુજીના લગ્ન થવાના છે.

બાએ જૂની કડવાશ ભૂલીને અનુજને પણ તેમની ખુશીઓમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. બા અને વનરાજે અનુજને ખુલ્લા દિલથી અનુપમાના મિત્ર તરીકે સ્વીકારી લેતાં તે ખૂબ ખુશ છે. સીરિયલના આગામી એપિસોડમાં જાેશો કે, મહેંદી સેરેમની દરમિયાન શાહ પરિવારના પુરુષો અને અનુજ મળીને કવ્વાલી કરે છે.

આ દરમિયાન અનુજને એક ફોન કૉલ આવે છે અને આ ફોન દ્વારા જ અનુપમાની જિંદગીમાં નવો ટિ્‌વસ્ટ આવવાનો છે. એક તરફ અનુજ અનુપમાને છેલ્લા ૨૬ વર્ષથી ખૂબ પ્રેમ કરે છે ત્યારે બીજી તરફ અનુપમા તેને માત્ર સારો મિત્ર માને છે.

જાેકે, બાપુજીએ અનુપમાને અનુજને તેના જીવનમાં મિત્રતાથી ઉપરનું સ્થાન આપવાની વાત કરી હતી. અનુજને પ્રેમી તરીકે જાેવાની વાત બાપુજીએ કર્યા બાદ અનુપમાના મનમાં તેના માટે કંઈક તો થઈ રહ્યું છે પરંતુ તે સમજી નથી શકતી.

હવે મીડિયા રિપોર્ટ પ્રમાણે, સીરિયલમાં એક્ટ્રેસ અનેરી વજાનીની એન્ટ્રી થવાની છે. અનેરી વજાની શોમાં અનુજ કપાડિયાની એક્સ-ગર્લફ્રેન્ડ તરીકે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. અનુજ કપાડિયાની આ ગર્લફ્રેન્ડ અમેરિકાની છે અને તે ભારત આવશે.

તેણે અનુજને ખૂબ પ્રેમ કર્યો હતો પરંતુ અનુજ તેને ક્યારેય પ્રેમ ના કરી શક્યો. અનુપમાનું સ્થાન તે બીજા કોઈને ના આપી શક્યો. ત્યારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનેરી વજાની શોમાં આવશે પરંતુ લવ ગુરુ તરીકે. અનુજ-અનુપમાને એક કરવામાં મહત્વનો રોલ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.