Western Times News

Gujarati News

આ કંપનીએ બેટરી બદલી શકાય તેવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યુ

ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ક્રાંતિઃ બાઉન્સે સ્વેપ કરી શકાય એવી બેટરી સાથે બાઉન્સ ઇન્ફિનિટી E1 ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રસ્તુત કર્યું

·         સ્વેપ કરી શકાય એવી બેટરી – બેટરી-એઝ-એ-સર્વિસ તથા બેટરી અને ચાર્જર સાથે સ્કૂટર એમ બંને વિકલ્પ ધરાવતું ભારતમાં એકમાત્ર સ્કૂટર

ચાર્જદીઠ 85 કિલોમીટરની સર્ટિફાઇડ રેન્જ- સ્માર્ટ અને વ્યવહારિક સુવિધાઓ, જેમાં રિવર્સ મોડ, ક્રૂઝ કન્ટ્રોલ અને ડ્રેગ મોડ સામેલ છે- રૂ. 499 ચુકવી પ્રી-બુકિંગ કરી શકાશે, જે સંપૂર્ણપણે રિફંડેબલ છે

બેંગાલુરુ, ભારતની પ્રથમ સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન કંપની બાઉન્સે આજે એના પ્રથમ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક સ્કૂટર બાઉન્સ ઇન્ફિનિટી E1 પ્રસ્તુત કરીને ભારતની ઇવીની સંભાવનાને ટેકો આપવાની કટિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. બાઉન્સ ઇન્ફિનિટી E1 ભારતીય બજારમાં પ્રથમ પ્રકારનો વિશિષ્ટ વિકલ્પ ‘બેટરી એઝ એ સર્વિસ’ ઓપ્શન આપશે.

Vivekananda Hallekere, Co-Founder and CEO, during the launch of Bounce Infinity E1, electric scooters in India, at the launch event in Bengaluru on Wednesday, December 02, 2021.

બેટરી અને ચાર્જર સાથે સ્કૂટરની કિંમત રૂ. 68,999 (દિલ્હી એક્સ-શોરૂમ) છે અને બેટરી-એઝ-એ-સર્વિસ સાથે સ્કૂટર્સની કિંમત રૂ. 45,099 (દિલ્હી એક્સ-શોરૂમ) છે, જેમાં બેટરી-એઝ-એ-એ સર્વિસનું સબસ્ક્રિપ્શન સામેલ છે. ગ્રાહકો લઘુતમ રકમ રૂ. 499 ચુકવીને આ સ્માર્ટ સ્કૂટરનું પ્રી-બુકિંગ કરાવી શકે છે. આ રકમ સંપૂર્ણપણે રિફંડેબલ છે. બાઉન્સ ઇન્ફિનિટી E1 સ્કૂટર્સ FAME II અંતર્ગત સબસિડી મેળવવાને પાત્ર છે.

અહીં ગ્રાહકોને બેટરી વિના અતિ વાજબી કિંમતે બાઉન્સ ઇન્ફિનિટી E1 ખરીદવાનો અને એના બદલે બાઉન્સની બેટરી સ્વેપિંગની નેટવર્કનો ઉપયોગ કરવાનો વિકલ્પ મળે છે.

જ્યારે ગ્રાહકો બાઉન્સના બહોળા સ્વેપિંગ નેટવર્કમાંથી ફૂલ-ચાર્જ બેટરી સાથે ખાલી બેટરી સ્વેપ કરશે, ત્યારે તેમને ચુકવણી કરવી પડશે. બાઉન્સ ઇન્ફિનિટી E1 બેટરી સાથે પણ મળશે, જે સ્કૂટરમાંથી બહાર કાઢી શકાશે અને ગ્રાહકો તેમના ઘરે કે ઓફિસમાં ચાર્જ કરી શકશે.

બાઉન્સે જુદાં જુદાં પાર્ટનર્સ સાથે બેટરી-સ્વેપિંગનું બહોળું નેટવર્ક સ્થાપિત કર્યું છે, જે એના રિટેલ ગ્રાહકો અને એના સફળ રાઇડ-શેરિંગ વ્યવસાય એમ બંનેને સેવા આપશે. કંપની ભારતની સ્વચ્છ પરિવહનની સફરને ટેકો આપવા તથા એના ગ્રાહકોને એક કિલોમીટરની અંદર સ્વેપિંગ સુવિધા પૂરી પાડવા વિશ્વનું સૌથી મોટું અને સૌથી બહોળું બેટરી સ્વેપિંગ પ્લેટફોર્મ ઊભું કરવાની આકાંક્ષા ધરાવે છે.

બાઉન્સના સીઇઓ અને સહ-સ્થાપક શ્રી વિવેકાનંદ હાલ્લેકેરેએ કહ્યું હતું કે, “હું દ્રઢપણે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંભાવનાઓમાં વિશ્વાસ ધરાવું છું – આ વિઝન સાથે અમે જૂન, 2019માં અમારું ઇન-હાઉસ મોબિલિટી સોલ્યુશન પ્રસ્તુત કર્યું હતું. અત્યારે અમે અમારી સફળતા અને ઇવીની ઝડપી સ્વીકાર્યતાને સુવિધા આપવા બાઉન્સે ઇન્ફિનિટી E1ને વિકસાવવા એક વધુ પગલું લીધું છે. અમે ભારતને દુનિયામાં ઇવીની સ્વીકાર્યતા ધરાવતો અગ્રણી દેશ બનાવવા તમામ પડકારોને ઝીલવા કટિબદ્ધ છીએ.”

શ્રી હાલ્લેકેરેએ ઉમેર્યું હતું કે, “બાઉન્સ ઇન્ફિનિટી E1 ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા ડિઝાઇન કરેલું અને બનાવેલું છે. અમારું અદ્યતન ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્કૂટર અદ્યતન ઉપકરણ અને ઇન્ટેલિજન્સ ખાસિયતો સાથે ઉપલબ્ધ થશે. અમને એ જાહેરાત કરવાની ખુશી છે કે, અમે ઇન્ફિનિટી E1 માટે અમારા નેટવર્કમાં બેટરી સ્વેપ કરવાનો અને ઘરે ચાર્જ કરવાનો એમ બંને વિકલ્પ પ્રદાન કરનારી પ્રથમ અને એકમાત્ર કંપની છીએ.”

બાઉન્સ ઇન્ફિનિટી E1 પાંચ સુંદર કલરના વિકલ્પો ધરાવે છેઃ સ્પોર્ટી રેડ, સ્પાર્ક્લ બ્લેક, પર્લ વ્હાઇટ, ડિસેટ સિલ્વર અને કોમેડગ્રે. આજથી એનું પ્રી-બુકિંગ શરૂ થયું છે, જેની ડિલિવરી માર્ચ, 2022માં એના ડિલરશિપ નેટવર્ક અને એના ઓનલાઇન પ્લેટફોર્મ પર સમગ્ર ભારતમાં શરૂ થશે. આ 3 વર્ષ, 50,000 કિલોમીટર સુધીની વોરન્ટી સાથે આવશે.

ડિઝાઇન

બાઉન્સ ઇન્ફિનિટી E1એ સુંદરતા અને સરળતાની સાથે મહત્તમ પર્ફોર્મન્સ હાંસલ કર્યું છે. રાઇડરને સવારીનો આનંદ આપવાની સાથે સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી છે.

·         ગ્લોસી અને મેટ્ટ વિકલ્પોમાં મેટલિક પેઇન્ટ સાથે પાંચ આકર્ષક કલરમાં ઉપલબ્ધ

·         સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ

·         ડિજિટલ સ્પીડોમીટર, જેમાં સરળ અનુભવ પ્રદાન કરવા સ્માર્ટ ખાસિયતો સાથે સ્ટાઇલનો સમન્વય થયો છે

·         પર્યાપ્ત સ્ટોરેજ સ્પેસ પ્રદાન કરવા 12-લિટરની બૂટ સ્પેસ

·         E1 હાઇ-એન્ડ પ્રોજેક્ટર હેડલાઇટ ધરાવે છે. તમામ લાઇટ અદ્યતન LEDs છે, જે સુંદર અને વિગતવાર ડિઝાઇન કરેલી છે

·         આ ટ્યુબ્યુલર ફ્રેમ પર બનેલું છે તથા હાઇડ્રોલિક ટેલીસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શ અને પાછળ ટ્વીન શોક એબ્સોર્બર ધરાવે છે – જે સવારની સુવિધા વધારે છે

ઇન્ટેલિજન્સ

બાઉન્સ ઇન્ફિનિટી E1નું સિસ્ટમ માળખું અદ્યતન સેન્સર્સ અને ઇન્ટેલિજન્સ ખાસિયતો વધારે છે.

·         કેનબસ: છ-એક્સિસ એક્સેલેરોમીટર, ઓવરવોલ્ટેજ/અંડરવોલ્ટેજ પ્રોટેક્શન, સાઇડ સ્ટેન્ડ સેન્સર, બેટરી, મોટર કન્ટ્રોલર, VCU અને ડિસ્પ્લે – આ તમામ અદ્યતન કેનબસનો ઉપયોગ કરે છે

·         સ્માર્ટ APP: યુઝર-કેન્દ્રિત મોબાઇલ એપ્લિકેશન સ્કૂટરના દરેક પાસાંને વર્ચ્યુઅલી નિયંત્રિત કરવા વન-ટોચ સોલ્યુશન પ્રદાન કરે છે. બ્લુટૂથ મારફતે ઇન્ફિનિટી E1 મારફતે કનેક્ટ અને કન્ટ્રોલ  કરો

·         રિમોટ એપ્લિકેશન્સઃ ઇન્ફિનિટી E1 પર રિમોટલી નજર રાખી શકાશે. બેટરી ચાર્જ સ્ટેટ્સ પણ ઉપલબ્ધ છે

·         જીયોફેન્સિંગઃ તમે તમારો વિસ્તાર નક્કી કરી શકો છો. જ્યારે તમે તમારી નિર્ધારિત ભૌગોલિક હદથી બહાર નીકળશો, ત્યારે ઇન્ફિનિટી E1 તમને ઓટોમેટિક એલર્ટ આપશે

·         ડ્રેગ મોડઃ ડ્રેગ મોડ સ્કૂટરને પંકચર પડવાના કિસ્સામાં અને તમે એને એકલાહાથે ખેંચવા ઇચ્છો ત્યારે વોકિંગ સ્પીડે મૂવ થવા સક્ષમ બનાવે છે

·         રિવર્સ મોડઃ આ તમને સ્કૂટર ટાઇટ પાર્કિંગ સ્પોટમાંથી સરળતાપૂર્વક પાછળ કરવા સુવિધા આપે છે

·         ક્રૂઝ કન્ટ્રોલઃ સ્થિતિ અને વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં વિના સ્થિર સ્પીડ પર સ્કૂટર ગતિ જાળવી રાખે છે

·         એન્ટિથેફ્ટઃ ઇન્ફિનિટી E1 પાર્કિંગમાં હોય ત્યારે વાઇબ્રેશનને સમજે છે અને એની સાથે અન્ય કોઈ ચેડા કરે છે કે નહીં એને સમજી શકે છે. આ પ્રકારની અવરજવરમાં એના પાછળના વ્હીલ લોક થઈ જાય છે અને એને ખસેડવા મુશ્કેલ છે

·         ટૉ એલર્ટઃ ઇન્ફિનિટી E1 તમને એના પાર્કિંગ ઝોનમાંથી બહાર નીકળતા અને ટૉ થવાના કેસમાં એલર્ટ આપે છે. નોટિફિકેશન એલર્ટ આપે છે કે, આ પ્રકારની ઘટના ઘટી છે અને તમારા વાહન પર નજર રાખે છે

 

પર્ફોર્મન્સ

BLDC મોટર પેક કેટેગરીમાં શ્રેષ્ઠ ટોર્ક પ્રદાન કરે છે. અદ્યતન FOC કન્ટ્રોલર વિશિષ્ટ અલ્ગોરિધમને આધારે માગ પર પાવર આપે છે

·         83 Nmનો ટોર્ક, 65 kmphની મહત્તમ સ્પીડ, 8 સેકન્ડમાં 0થી 40 kmphની સ્પીડ

·         જ્યારે તમે ટ્રાફિકમાં આગળ વધવા ઇચ્છો, ત્યારે પાવર મોડ. જ્યારે તમે લાંબી મુસાફરી કરો, ત્યારે ઇકો મોડ

·         યુઝરની સલામતી ટ્વિન-ડિસ્ક બ્રેક એસેમ્બલીને સમાવવાનું સુનિશ્ચિત કરે છે. ડિસ્ક બ્રેક સરળ અને ઝડપથી હોલ્ટને સુનિશ્ચિત કરવા ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ સાથે સંકલિત કરી છે

·         ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ (EBS) શ્રેષ્ઠ બ્રેકિંગ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરે છે તથા દરેક સમયે બ્રેક લાગતા બેટરીને રિચાર્જ કરવા ઊર્જા પેદા કરે છે

 

બેટરી

ભારતીય આબોહવાની સ્થિતિમાં રેન્જ અને પર્ફોર્મન્સની સ્પર્ધાત્મક માગ પૂર્ણ કરવા માટે પરફેક્ટ બેટરી સોલ્યુશન ધરાવે છે. અદ્યતન લિથિયમ-આયન પેક સલામતી અને લાંબી ટકાઉક્ષમતા સાથે પર્ફોર્મન્સની ખાતરી આપવા ઊર્જાનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરે છે.

·         વોટરપ્રૂફ – IP 67

·         48V 39 AH

·         પોર્ટેબ્લ બેટરી – સ્વેપ અને ગો

·         કોઈ પણ નિયમિત ઇલેક્ટ્રિક સોકેટ સાથે જોડીને ચાર્જ કરી શકાશે

·         ચાર્જિંગમાં 4થી 5 કલાક

·         ચાર્જદીઠ 85 કિલોમીટરની રેન્જ

 

બાઉન્સે વર્ષ 2021માં 7 મિલિયન ડોલરના સોદામાં 22મોટર્સમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો, જેમાં રાજસ્થાનના ભિવડીમાં એનો અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ સામેલ છે, જે વર્ષે 180,000 સ્કૂટરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય બજારની સંભાવનાને ધ્યાનમાં રાખીને કંપની દક્ષિણ ભારતમાં વધુ એક પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.

 

બાઉન્સે આગામી એક વર્ષમાં ઇવી વ્યવસાયમાં રોકાણ કરવા માટે 100 મિલિયન ડોલર અલગ રાખ્યાં છે.

https://bounceinfinity.com/

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.