Western Times News

Gujarati News

UPLએ સતત ત્રીજા વર્ષે CII ઇન્ડસ્ટ્રિયલ IP એવોર્ડ 2021 મેળવ્યો

મુંબઈ, આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન કરતી UPL Ltd.એ સતત ત્રીજા વર્ષે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ) ઇન્ડસ્ટ્રિયલ આઇપી એવોર્ડ 2021 મેળવ્યો છે.

આ એવોર્ડનો ઉદ્દેશ આઇપી જનરેશન સ્વીકાર કરનાર તથા તેમના વ્યવસાય અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા પર્યાવરણ સંરક્ષણમાં પ્રદાન કરનાર ઉદ્યોગસાહસોને ઓળખવાનો અને બિરદાવવાનો છે. UPL Ltd. ખેડૂતોની જરૂરિયાતોને હંમેશા પ્રાધાન્ય આપે છે તથા તેમની જરૂરિયાતો પૂર્ણ થાય એવા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડે છે.

UPLએ પેટન્ટ્સ – લાર્જ એન્ટરપ્રાઇઝીસ (લાઇફ સાયન્સ, કૃષિ) કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. એની મજબૂત સંશોધન અને વિકાસ (આરએન્ડડી) ક્ષમતાએ UPLને નાણાકીય વર્ષ 2020-21માં 21 ટકાનો સફળ ઇનોવેશન દર હાંસલ કરવામાં મદદ કરી છે, જે નાણાકીય વર્ષ 2019-20માં 20.8 ટકાથી વધારે છે.

UPLના મુખ્ય સંશોધન અને ઇનોવેશનના ઉદાહરણોમાં ઝેબા અને પ્રોન્યૂટિવા જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને સમાધાનો સામેલ છે, જે પાયાના સ્તરે સફળ પુરવાર થયા છે. UPLએ ક્લેરિવેટ પીએલસી દ્વારા આયોજિત ઇનોવેશન ફોરમમાં કૃષિવ્યવસાયની કેટેગરીમાં ક્લેરિવેટ સાઉથ એન્ડ સાઉથ ઇસ્ટ એશિયા ઇનોવેશન એવોર્ડ્ઝ 2021 પણ મેળવ્યો હતો.

ગ્લોબલ આઇપી હેડ ડો. વિશાલ એ સોઢાએ વર્ચ્યુઅલ સીઆઇઆઈ ઇન્ડસ્ટ્રિયલ આઇપી એવોર્ડ 2021 સમારંભમાં એવોર્ડ UPL તરફથી સ્વીકાર્યો હતો. આ સમારંભ 26 નવેમ્બર, 2021ના રોજ યોજાયો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા સતત આતુર છીએ, જેમ કે અવરોધો દૂર કરવા નવી ટેકનિકો પ્રદાન કરવી.

UPLમાં અમારું ધ્યાન ખેડૂતોને ભવિષ્ય માટે સજ્જ કરવાનું અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો પ્રદાન કરવા પર કેન્દ્રિત છે, જેમાં કુદરતી સંસાધનોનો અસરકારક ઉપયોગ અને આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા મજબૂત માળખું સામેલ છે. સાનુકૂળ કાર્ય વાતાવરણ અને અદ્યતન આરએન્ડડી સાથે અમે કોર્પોરેટ યુનિટ કંપની તરીકે UPLની પોઝિશન જાળવવા ઇનોવેશનને પ્રોત્સાહન આપીએ છીએ. UPL 1400થી વધારે ગ્રાન્ટેડ પેટન્ટ અને આશરે 3000 પેન્ડિંગ એપ્લિકેશન ધરાવે છે, જે તમામ વિસ્તારોમાં ખેડૂતોની જરૂરિયાતો પૂર્ણ કરશે.”

UPL Limitedના ગ્લોબલ સીઇઓ શ્રી જય શ્રોફે કહ્યું હતું કે, “જ્યારે અમે આ એવોર્ડ મેળવીને સન્માનની લાગણી અનુભવીએ છીએ, ત્યારે અમને એ કહેતા ગર્વ થાય છે કે, આ સતત ત્રીજા વર્ષે એવોર્ડ મળ્યો છે, જેમાં અમે પ્રશંસનીય સન્માન મેળવ્યું છે.

આ એવોર્ડ અમારા ઇનોવેશનના ઉત્સાહનો પુરાવો છે તથા અમે નવા અને સંવર્ધિત ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવા અને અમારા તમામ હિતધારકોને ઊંચા પરિણામો આપવા કટિબદ્ધ છીએ. UPL નવીન અને પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન કરવામાં પથપ્રદર્શક છે તથા અમને અમારો વારસો જાળવવાની આશા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.