Western Times News

Gujarati News

અનુષ્કાએ પૂલમાં ખૂબ જ સ્ટાઇલિશ તસવીર શેર કરી

મુંબઈ: (Bollywood) બોલિવૂડ અને (Cricket)ક્રિકેટ જગતમાં ફેન્સને આંચકો ત્યારે લાગ્યો જ્યારે પ્રખ્યાત દંપતી(Anushka Sharma) અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેના ચાહકોને કહ્યું કે તે ખૂબ જલ્દી જ મમ્મી-પપ્પા બનશે. હા, બંને આવતા જાન્યુઆરી ૨૦૨૧ માં તેમના પ્રથમ બાળકને આવકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આવી સ્થિતિમાં, બી-ટાઉનથી લઈને ક્રિકેટ જગતમાં આવતા નાના મહેમાનો માટે ખાસ ઉત્સાહ જોવા મળે છે, ત્યારે અનુષ્કા શર્મા તેના બેબી બમ્પને ફ્લોટ કરતા સ્ટાઇલિશ ફોટો શેર કરી રહી છે. પોતાની ગર્ભાવસ્થાના પળોનો આનંદ માણતા અનુષ્કા પણ દરેક ક્ષણે તેના ફેશન સ્ટેટમેન્ટની સારી સંભાળ લઈ રહી છે.

બેગી ટી-શર્ટ અને લૂઝ-ફિટિંગ કપડાં પહેરવાને બદલે અનુષ્કા સ્ટાઇલિશ દેખાતા સિલુએટ્‌સ પર હાથ અજમાવી રહી છે. કારણ કે અનુષ્કાએ ગર્ભાવસ્થા દરમિયાન પૂલમાં ખૂબ જ સ્ટાઇલિશ તસવીર શેર કરી છે, તેનો બ્લેક મોનોકિનીનો લૂક વાઈરલ થયો છે. અનુષ્કા શર્માના ઓવરઓલ લુક વિશે વાત કરીએ તો, તે ફેશન લેબલ દ્વારા ડિઝાઇન કરેલી બ્લેક મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. આ ઓફ શોલ્ડર મોનોકિનીમાં અપર સાઇડ રફલ્સ ડિઝાઇન છે,

જેમાં અનુષ્કાની સુંદરતા જોવા મળી રહી હતી. જોકે આ ખુશખુશાલ શેડ ડ્રેસને આકર્ષક બનાવવા માટે બીજું કંઇ એડ ઓનની જરૂર નથી, પણ અભિનેત્રીના ચહેરાના એક્સ્પ્રેશન તેના દેખાવ એકદમ મજેદાર બનાવે છે. જોકે આ પહેલી વખત નથી જ્યારે અનુષ્કાએ પોતાના બેબી બમ્પને આ રીતે સ્ટાઈલિશ અંદાજમાં ફ્લોન્ટ કર્યું હોટ, આ પહેલા પણ એક્ટ્રેસ વ્હાઈટ એન્ડ બ્લૂ ડ્રેસમાં પોતાનો કિલર લૂક દેખાડી ચૂકી છે. કરિના કપૂર ખાન પણ જ્યારે ગર્ભવતી હતી ત્યારે તે પણ પોતાની સ્ટાઈલિશ અંદાજ માટે સમાચારોમાં છવાયેલી રહેતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.