અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે રથયાત્રાના પર્વની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ) સેવાલીયા, અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે શ્રી જગન્નાથ મંદીર , અડાલજ ના અધ્યક્ષ શ્રી એસ. કે.નંદા સાહેબ તથા તેમની ટિમ રથયાત્રા લઈને સગરી લાવ્યા હતા. જ્યાં અન્નપૂર્ણા ધામના પ્રમુખશ્રી નરહરિભાઇ અમીન, ચેરમેન રવજીભાઈ વસાની, મેનેજિંગ ટ્રસ્ટી બીપીનભાઇ પટેલ, ખજાનચી અજીતભાઈ, મંત્રી હીમાંશુ પટેલ, સહમંત્રી ઉરેન પટેલ તથા સમગ્ર ટ્રસ્ટીગણ ઘ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને આવતા વર્ષે મોસાડું પણ અહીજ કરવાની પ્રથા જે જગન્નાથ મંદિરમાં છે તેજ રીતે ચાલુ કરવામાં આવશે અને સાત દિવસ શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે રથ નું પૂજન થશે અને વિવિધ થાળ ધરાવવામાં આવશે ત્યારબાદ તેને રથયાત્રા માટે લઇ જવામાં આવશે.
શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે પ્રસાદ, છાશ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજ ખાતે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નું નિર્માણ થઈ રહ્યું છે સાથે-સાથે ૫૦૦ માણસ દરરોજ ભોજન મફત લઇ શકે તેવું અન્નપૂર્ણા ભોજનાલય પણ નિર્માણ કરવાની જાહેરાત પ્રમુખશ્રી નરહરિભાઇ અમીન ઘ્વારા કરવામાં આવી હતી. જય અન્નપૂર્ણા જય જગન્નાથ જય રણછોડ માખણ ચોરના જય નાદ સાથે અડાલજ ગામ આખું ગુંજી ઉઠ્યું હતું.*