અભિનેત્રી સોફિયા દુનિયામાં સૌથી વધારે કમાણી કરી
મુંબઈ: વર્ષ ૨૦૨૦નું ફોબ્સ લિસ્ટ સામે આવી ગયું છે. આ વર્ષે અભિનેત્રીઓના મામલામાં અભિનેત્રી સોફિયા વેરગારાએ બાજી મારી છે. ફોબ્સની યાદીમાં તેને સૌથી વધારે કમાણી કરનારી અભિનેત્રી ગણાવી છે. જોકે, આ વખતે ફોબ્સની યાદીમાં એક પણ ભારતીયનો સમાવેશ થયો નથી. જે ભારત માટે દુઃખદ બાબત ગણી શકાય. ફોબ્સ પ્રમાણે સોફિયાએ આ વર્ષે ૩૧૫ કરોડની કમાણી કરી છે. તેમણે અમેરિકા ગોટ ટેલેન્ટ અને મોર્ડન ફેમિલી જેવા શોના કારણે આ મુકામ મળ્યું છે. આ અભિનેત્રી આખું વરસ મીડિયામાં છવાયેલી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કો સોફિયાએ અમેરિકા ગોટ ટેલેન્ટના એક એપિસોડ માટે મોટી ફી ચાર્જ કરી હતી.
બીજી તરફ તેમણે આ વર્ષે અનેક મોટી જાહેરખબરોમાં કામ કર્યું છે. જેના કારણે કમાણીના મામલે તેઓ નંબર -૧ બની ગઈ છે. સોફિયાએ નાના પરદા ઉપર ઘણા કામ કરી ચૂકી છે. અને હજી પણ કરી રહી છે. એક્ટ્રેસે અમેરિકા ગોટ ટેલેન્ટ થકી પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. એ શોના કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય છે. સોફિયા સોશિયલ મીડિયા ઉપર હંમેશા એક્ટિવ રહે છે. તે શૂટિંગ સ્પોટ્સ ઉપરથી હંમેશા પોતાની ફોટો શેર કરતી રહે છે. તેમની દરેક તસવીર લાંબા સમય સુધી ટ્રેન્ડ કરવા પરથી જાણી શકાય કે તે મોટી હસ્તી બની ગઈ છે. ફોબ્સની લિસ્ટમાં બીજુ નામ એન્જેલિના જોલીનું છે. તેઓ આ વર્ષે ૨૫૬ કરોડ રૂપિયાની નજીક કમાણી કરી છે.
તેમની કમાણીનું સાધન એન્ટરનલ્સ માનવામાં આવે છે. આના થકી તેમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. પરંતુ સોફિયાની તુલનામાં આ વખતે તેઓ પાછળ રહી ગઈ છે. સોફિયા પહેલીવાર આ યાદીમાં ટોપ ઉપર આવી છે. આ અનુભવ પણ તેમના માટે અલગ હશે. ફોબ્સની યાદીમાં ત્રીજા નંબર ઉપર ગલ ગુદોત છે જે વંડર વુમન બનીને બધાને ઈમ્પ્રેસ કરી ચૂકી છે. જ્યારે ચોથા નંબર ઉપર મેલિસા મૈકાર્થી કાબિઝ છે. અને પાંચમાં નંબર ઉપર આવખતે મેરીલ સ્ટ્રીપે પોતાની જગ્યા બનાવી છે. મેલિસાની કમાણી ૧૮૩ કરોડ બની ગઈ છે. જ્યારે મેરીલની ૧૭૫ કરોડની કમાણી થઈ છે.