અભિનેતા અનિલ કપૂરે પત્ની સાથે પત્તા રમ્યા
મુંબઈ: બોલિવુડના ફિટ એક્ટર્સ પૈકીના એક અનિલ કપૂર પોતાના પરિવાર સાથે ફૂરસતનો સમય વિતાવી રહ્યા છે. ગઈકાલે રાત્રે અનિલ કપૂરે પરિવાર સાથે Played cards હતા જેની ઝલક તેમણે સોશિયલ મીડિયા પર બતાવી છે. અનિલ કપૂરે પત્ની સુનિતા કપૂર, મમ્મી ર્નિમલ કપૂર અને બહેન રીના સાથે Played cards હતા. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તસવીરો શેર કરતાં અનિલ કપૂરે લખ્યું, “મમ્મીની મનપસંદ Played cards રમી રહ્યા છીએ. ઘણા વર્ષો થઈ ગયા છતાં મને આજ સુધી Played cards સરખા પકડતાં આવડ્યું નથી.
અનિલ કપૂર ઉપરાંત તેની પત્ની સુનિતા કપૂરે પણ રમી (પત્તાની ગેમ) રમતી તસવીર શેર કરી છે. સુનિતાએ લખ્યું, “જે પરિવાર સાથે રમી રમે તે સાથે રહે છે.” તસવીરોમાં જોઈ શકો છો કે ચારેય જણા રમી રમવામાં વ્યસ્ત છે. તેમની પાસે રાખેલા ટેબલમાં નાસ્તા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી ગેમ દરમિયાન કોઈ ખલેલ ના પહોંચે.
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ અનિલ કપૂર મમ્મી ર્નિમલ કપૂરના બર્થ ડે પર ખાસ મેસેજ લખ્યો હતો. ર્નિમલ કપૂર સાથેના તસવીરોનું કોલાજ શેર કરતાં અનિલ કપૂરેએ લખ્યું હતું, “મા હંમેશા પોતાની આંતરિક શક્તિ અને બાળકો માટેના નિઃસ્વાર્થ પ્રેમથી અચંબિત કરે છે. તમે જ્યારે પોતે મા-બાપ બનો છો ત્યારે આ વાતને સારી રીતે સમજો છો. આ લોકડાઉન દરમિયાન મારા મમ્મી પથ્થરની જેમ મજબૂત રહ્યા અને પોતાનો વિચાર કર્યા વિના અમારી ચિંતા કરતા રહ્યા. લવ યુ મમ. તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ મા છો. વર્કફ્રંટની વાત કરીએ તો અનિલ કપૂર આગામી ફિલ્મમાં દીકરા હર્ષવર્ધન કપૂર સાથે દેખાશે. અનિલ કપૂર અને દીકરો હર્ષવર્ધન અભિનવ બિંદ્રાની બાયોપિકમાં જોવા મળશે. આ ઉપરાંત અનિલ કપૂર કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત ભત્રીજી જ્હાન્વી કપૂર, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિપેડનેકર જોવા મળશે.