Western Times News

Gujarati News

અભિનેતા રણવીર સિંહની કાર સાથે બાઈક અથડાઈ

મુંબઈ: બોલિવુડ સ્ટાર રણવીર સિંહની કારને ગુરુવારે એક એક્સિડન્ટ થયો હતો. જોકે, એક્સિડન્ટ સામાન્ય હતો. તેમાં કોઈને ઈજા થઈ નથી. હકીકતમાં એક બાઈક રણવીરની કાર સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રણવીર સિંહ ડબિંગનું કામ પુરું કરીને ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તેની કાર પાછળ આવી રહેલો એક બાઈક સવાર રણવીરની મર્સિડીઝ સાથે ટકરાઈ ગયો હતો.

વિડીયોમાં જોઈ શકાય છે કે, અકસ્માત બાદ રણવીર કારમાંથી ઉતરે છે અને કેટલું નુકસાન થયું છે, તે ચેક કરે છે. આ સમયે બાઈક સવાર કંઈક ખુલાસો કરતો પણ જોવા મળી રહ્યો છે. જોકે, વધુ નુકસાન નથી થયું એ વાતની ખાતરી કર્યા બાદ રણવીર પાછો કારમાં બેસી જાય છે. આ સમયનો તેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે, તેમાં રણવીર સ્પોર્ટી લુકમાં જોવા મળી રહ્યો છે.

તેણે બ્લેક શોર્ટસ અને બ્લેક ટીશર્ટ પર બ્લેક જેકેટ પહેરેલું હતું. બ્લેક કલરની ટોપી પણ પહેરેલી હતી અને પિંક કલરના સ્પોર્ટ શૂઝ પહેરી રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રણવીરે કોરોના સામેની તકેદારી અંગેની પોસ્ટ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર શેર કરી હતી. રણવીર ચાર મહિના પછી ટિ્‌વટર પર પાછો આવ્યો છે. તેણે પીએમ મોદીની ટિ્‌વટ શેર કરી હતી. જેમાં પીએમ મોદીએ હાથ ધોવાની, માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપી છે. રણવીરે છેલ્લે ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી ટિ્‌વટ કરી હતી.

તે પછી તેણે લગભગ ચાર મહિના બાદ આ ટિ્‌વટ કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ ટૂંક સમયમાં જ ફિલ્મ ૮૩માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ પુરું થઈ ચૂક્યું છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. પહેલા આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉન આવી જતાં રિલીઝ પાછી ઠેલવી પડી હતી. આ ઉપરાંત તે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.