Western Times News

Gujarati News

અભિનેત્રી કંગનાને જાનથી મારી નાંખવાની ધમકી

મુંબઈ, એક્ટ્રેસ કંગનાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.ખુદ કંગનાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. કંગનાએ ધમકી મળ્યા બાદ નોંધાવેલી પોલીસ ફરિયાદની કોપી પણ શેર કરી છે.સાથે સાથે અન્ય એક ફોટો પણ શેર કર્યો છે.જેમાં તે પોતાની માતા અને બહેન સાથે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે જાેવા ણળી રહી છે.

પીએમ મોદીએ કૃષિ કાયદા રદ કર્યા બાદ કંગનાએ ખેડૂત આંદોલનનની તુલના ખાલિસ્તાન સાથે કરી હતી.જેને લઈને કંગના સામે મુંબઈ અને દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.કંગનાએ કહ્યુ છે કે, મેં ખાલિસ્તાનીઓને લઈને જે પોસ્ટ મુકી હતી એ પછી ભાગલાવાદીઓ મને સતત ધમકી આપી રહ્યા છે.

પંજાબના એક વ્યક્તિએ તો મને ખુલ્લેઆમ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે પણ હું આવી ધમકીઓથી ડરતી નથી.હું દેશની સામે ષડયંત્ર રચનારા અને આતંકીઓ સામે બોલતી રહી છું.એ પછી નક્સલવાદીઓ હોય કે પંજાબમાં ગુરુઓની પવિત્ર ધરતીના ટુકડા કરીને ખાલિસ્તાન બનાવવાના સપના જાેનારા વિદેશી આતંકવાદીઓ હોય.

કંગનાએ કહ્યુ હતુ કે, મેં કોઈ સમુદાય માટે અપમાનજનક વાત નથી કરી. કોઈની ણ સરકાર હો પણ દેશના નાગરિકોને વિચારોની અભિવ્યક્તિનો અધિકાર દેશના બંધારણે આપેલો છે.મેં કોઈ પણ જાતી, સમુદાય કે ધર્મ સામે કોઈ નફરત ફેલાવતી વાત કહી નથી.

કંગનાએ કહ્યુ હતુ કે, હું કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને યાદ દેવડાવવા માંગુ છું કે તે પણ એક મહિલા છે અને તેઓ મહેરબાની કરીને પંજાબના મુખ્યમંત્રીને નિર્દેશ આપે કે, તેમના રાજ્યમાંથી ધમકી આપનારા સામે કાર્યવાહી કરે.મને આશા છે કે, પંજાબ સરકાર કાર્યવાહી કરશે.

દેશ મારા માટે સર્વોપરી છે અને તે માટે બલિદાન આપવુ પડે તો પણ મને વાંધો નથી.હું કોઈથી ડરતી નથી અને દેશના ગદ્દારો સામે બોલતી રહીશ.ભવિષ્યમાં મને કશું થશે તો તેના માટે નફરતની રાજનીતિ કરનારા જવાબદાર હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.