Western Times News

Gujarati News

મોદી સરકારની સહયોગી પાર્ટીના સાંસદે સીએએ કાયદાને રદ્દ કરવાની માગણી કરી

નવીદિલ્હી, સંસદના શિયાળુ સત્રમાં સરકાર કોઈ પણ વિષય પર ચર્ચા અને બહેસ માટે તૈયાર છે. કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્ય મંત્રી રામ મેઘવાલે રાષ્ટ્રીય જનતાંત્રિક પાર્ટીની બેઠકમાં હિસ્સો લીધા બાદ આ વાત કહી હતી. તેમણે આ વાત પર પણ ભાર આપ્યો કે સંસદમાં સકારાત્મક ચર્ચા થવી જાેઈએ.

તો નેશનલ પીપલ્સ પાર્ટીના સાંસદ મીટિંગમાં નાગરિકતા (સંશોધન) કાયદો સીએએ)ને હટાવવાની માગણી કરી છે. નેશનલ પીપલ્સ પાર્ટીના સાંસદ અગાથા સંગમાએ કહ્યું કે એનડીએમા સામેલ પાર્ટીઓના ફ્લોર નેતાઓની બેઠકમાં મેં કેન્દ્ર સરકારને લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા સીએએને પરત લેવાની અપીલ કરી છે.

બીજી તરફ એઆઇએડીએમકેએ કેન્દ્ર સરકારને આશ્વાસન આપ્યું છે કે પાર્ટી સંસદની સુચારું કાર્યવાહી માટે કેન્દ્રનું સમર્થન કરશે. પાર્ટીના સંસદ એ. નવનીતકૃષ્ણને કહ્યું કે સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે એટલે તે કેન્દ્રને સાથ આપશે.

તેની સાથે જ બધા બિલોનું સમર્થન પણ કરશે. આ પહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીયા બેઠકમાં મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓએ પેગાસસ જાસૂસી વિવાદ, મોંઘવારી, લઘુત્તમ સમર્થન મૂલ્યની ગેરંટીને લઈને કાયદો બનાવવા, બેરોજગારી, લદ્દાખમાં ચીનના અતિક્રમણ સહિત કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાની માગણી અને સરકારને રચનાત્મક મુદ્દાઓ પર સકારાત્મક સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે.

સરકારે વિપક્ષી પાર્ટીઓને આશ્વસ્ત કરી કે તેઓ વિપક્ષના સકારાત્મક સૂચનો પર વિચાર કરવા અને નિયમો હેઠળ અધ્યક્ષ અને સભાપતિની મંજુરીથી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે સર્વદળીય બેઠકમાં અલગ અલગ પાર્ટીઓના ૪૨ નેતાઓએ ભાગ લીધો. તેમાં અલગ અલગ વિષયો પર સકારાત્મક ચર્ચા થઈ અને વિપક્ષ તરફથી કેટલાક સારા સૂચનો આવ્યા.

અગાથા સંગમાએ કહ્યું કે મેં સીએએને પરત લેવાની માગણી કરી છે. આ કાયદાના લીધે પૂર્વોત્તરમાં અસમંજસની સ્થિતિ બનેલી છે. અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો પાસે નાગરિકતા સંબંધિત પૂરતા દસ્તાવેજ નથી. આ જ કારણે આસામમાં જનજાતિ વર્ગના કેટલાક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પૂર્વોત્તરના લોકોની ભાવનાઓનું આદર કરવું જાેઈએ. જાે ત્નડ્ઢેં, આપના દલ અને આરપીઆઇએ સરકાર પાસે જાતિગત વસ્તી ગણતરીના કેસમાં સ્પષ્ટ વલણ અપનાવવાની માગણી કરી. આપના દલના અનુપ્રિયા પટેલે કહ્યું કે સરકાર નીતિગત સ્તર પર તેની વિરોધી નથી. જાે કેટલીક સમસ્યા છે તો આ બાબતે એનડીએના ઘટક દળોની વિશેષ બેઠક બોલાવવું જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.