Western Times News

Gujarati News

મથુરાના નૌહઝિલમાં ભેલપૂરી વાળો ૩૦૦ લોકોના ૫ કરોડ રૂપિયા લઈને રફુચક્કર

મથુરા, મથુરાના નૌહઝિલમાં ભેલપૂરી વાળો ૩૦૦ લોકોના ૫ કરોડ રૂપિયાનું કરીને રફુચક્કર થઇ ગયો હતો. મોટી કમાણીની લાલાચમાં લોકો ભેલપુરીની લારીવાળાને રૂપિયા આપતા રહ્યા હતા અને એક દિવસ ભેલપૂરી વાળો બધાના રૂપિયા લઇને ભાગી ગયો છે.

છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લોકોએ ૬૦ હજારથી ૧૬ લાખ રૂપિયા સુધીના રોકાણ કર્યા હતા.
નોહઝિલના બાજના માર્ગ નગરમાં રહેતો નરેન્દ્ર પુજારી ચામડ ચોકડી પાસે છેલ્લાં ૧૬ વર્ષથી ભેલપૂરીની લારી ચલાવતો હતો.

તેણે લોકોને લાલચ આપીને અલગ અલગ કમિટીઓ બનાવી હતી અને તેમાં ધીમે ધીમે લોકો ફસાતા ગયા. તેણે એવી કમિટી બનાવી હતી કે ૯૦ હજારની કમિટીમાં માટે ૬૦ હજાર રૂપિયા ભરવામાં આવતા. નરેન્દ્રની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે જે કોઇ ૯૦ હજાર રૂપિયા માટે દબાણ કરતું હોય તેને તે પુરી રકમ આપી દેતો હતો. પણ લોકો એની વાતમાં એટલા આવી જતા હતા કે બમણી રકમ જમા કરાવી દેતા હતા. એવામાં એવામાં ૩૦૦ લોકો તેની લાલચમાં ફસાઇ ગયા હતા.

લોકો તેની પર વિશ્વાસ રાખીને રૂપિયા જમા કરાવ્યે જતા હતા અને ૨૦ નવેમ્બરે નરેન્દ્ર ગામમાંથી ફરાર થઇ ગયો હતો. એની પાસે રૂપિયા જમા કરાવનારા લોકોને જયારે ખબર પડી તો બધા તેના ઘરે પહોંચ્યા હતા. ઘરે પત્ની અને બાળક હાજર હતા, પણ પત્નીએ કહ્યું હતું કે તેને નરેન્દ્ર વિશે કોઇ જાણકારી નથી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે છેતરપિંડીમાં પરિવાર પણ સામેલ છે.

મથુરાના એસએસપી ડો. ગૌરવ ગ્રોવરે કહ્યું હતું કે ભેલપૂરીની લારીવાળાએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મળી છે, તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે આરોપીની ટુંક સમયમાં ધરપકડકરી લેવામાં આવશે. લોકોને લાલચ આપીને છેતરપિંડી કરવાનો આ પહેલો કિસ્સો નથી.

દેશભરમાં હજારોની સંખ્યામાં લોકોને ઠગવાના કિસ્સા અખબારોમાં આવતા રહેતા હોય છે. પણ પેલી કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે નહીં રહે. અનેક ચેતવણીઓ અને કિસ્સાની જાણકારી છતા લોકો લોભ લાલચમાં ફસાતા જ રહે છે અને આવા ધૂતારા લાભ લેતા રહે છે. કેટલાંક ભેજાબાજાેએ આને રીતસરનો ધંધો બનાવી દીધો છે અને એક શહેરમાં લોકોને ઉલ્લૂ બનાવવા માટે દુકાન શરૂ કરી દેતા હોય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.