અભિનેત્રી નરગીસ ફકરીએ બિકીની પહેરીને રસોઈ કરી
મુંબઈ: ૨૦૧૧માં રિલાઝ થયેલી ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂરની સાથે કામ કરી ચૂકેલી અમેરિકન એક્ટ્રેસ નરગીસ ફકરી તાજેતરની તેની ફોટોને કારણે ચર્ચામાં છે. નરગીસ આ ફોટોમાં બિકીની પહેરીને દેખાય છે અને તે બારબેક્યુમાં કાંઈક રસોઈ બનાવી રહી છે. જોકે નરગીસની ફિટનેસથી લોકો ઘણા ઇમ્પ્રેસ થયા છે. કમેન્ટમાં લોકોએ નરગીસની પ્રશંસા કરી છે. નરગીસે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે બારબેક્યુ લાઇફ. તેણે સાથે સાથે એમ પણ લખ્યું છે કે આ થ્રોબેક ફોટો છે જે તેણે ગ્રીસમાં લીધો હતો. તેની પ્રશંસા કરતાં એક યુઝરે તો એટલે સુધી વખાણ કરી નાખ્યા છે કે તું આ દુનિયાની છે કે કોઈ અલગ જ દુનિયાની છે.
અમારી દુનિયા મુજબ તો તું અત્યંત ખૂબસુરત છે. ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રોક સ્ટાર સુપર હિટ પુરવાર થઈ હતી. એ. આર. રહેમાને આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું અને તેમાં રણબીર કપૂર અને નરગીસ ફકરી લીડ રોલમાં હતા. રોક સ્ટાર ઉપરાંત નરગીસે મદ્રાસ કેફે, ફટા પોસ્ટર નીકલા હીરો અને મેં તેરા હીરો જેવી ફિલ્મોમાં કામ કરેલું છે.તેની આગામી ફિલ્મોમાં તોરબાઝનો સમાવેશ થાય છે જેમાં નરગીસ ફકરી સંજય દત્ત સાથે જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મ છે.