અભિનેત્રી નોરા ફતેહીએ બીચ ઉપર ડાન્સ કર્યો
મુંબઈ: નોરા ફતેહી એક જબરદસ્ત ડાન્સર છે. તે ડાન્સ માટે સખત મહેનત કરે છે અને તે તેના પરફોર્મન્સમાં પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેના ડાન્સના ઘણા વિડીયો છે. જેમાં તેણે આકર્ષક ડાન્સ કર્યો છે. હાલમાં જ નોરાએ તેનો અન્ય એક ડાન્સ વિડીયો પોસ્ટ કર્યો છે.
નોરા ફતેહીનું નામ પડતાંની સાથે જ તેના આઇટમ નંબરો યાદ આવે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વિડીયો પોસ્ટ કરતી રહે છે અને તેની મોટી ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં જ તેણે એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં, નોરા બીચ પર ડાન્સ કરી રહી છે. નોરા આ ડાન્સ તમે વારંવાર જોશો.
‘સત્યમેવ જયતે’ ફિલ્મમાં નોરા ફતેહીએ સુષ્મિતા સેનનું હિટ સોંગ ‘દિલબર’ રીક્રિએટ કર્યું હતું. આ સોંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ પછી નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગ કર્યા. તાજેતરમાં તે ‘ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર્સ’ રિયાલિટી શોમાં પણ ગઈ હતી. મલાઇકા અરોરાને કોરોના થયા બાદ થોડા દિવસો માટે તે નોરાની જગ્યાએ આવી હતી.