અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ચહેરા ઉપર થઇ ઇજા

મુંબઈ, બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા હંમેશા ચર્ચામાં રહે છે. ભલે તે આજે વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે, પરંતુ ભારતમાં તેની ફેન ફોલોઈંગ હજુ પણ એટલી જ છે. વર્તમાન સમયે તે તેના આગામી શો સિટાડેલનું શૂટિંગ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સતત અપડેટ આપતી પ્રિયંકા ચોપરા થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને લાઇવ પણ આવતી હોય છે. એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિનેત્રી પ્રિંયકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો.
જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જાેઈને ફેન્સ ચિંતામાં મુકાયા છે. હકીકતમાં, આ ફોટામાં પ્રિયંકાના ચહેરા પર સ્ક્રેચ અને લોહીના ડાઘ દેખાઈ રહ્યા છે. આંખોમાં આંસુ છે. ફોટો જાેઈને લાગે છે કે તેના ચહેરા પર ઈજા થઈ છે. પ્રિયંકા ચોપરાનો આ ફોટો જાેઇને ઘણા ચાહકો ખૂબ જ ચિંતિત થયા હતા અને કોમેન્ટ બોક્સમાં જ અભિનેત્રીની તબિયત પૂછવા લાગ્યા હતા.
આ ફોટો જાેઇને લાગી રહ્યું છે કે, જાણે પ્રિયંકા ચોપરાનો અકસ્માત થયો હોય. આ તસવીર પછી ફેન્સ પૂછી રહ્યા છે કે, તમને શું થયું? ચહેરા પર કેવી રીતે ઇજા પહોંચી ? એક યુઝરે લખ્યું છે કે, ‘તમે ઠીક છો’ જ્યારે બીજા એક યુઝર લખે છે કે ‘મને લાગ્યું કે તમને ખરેખર દુઃખ થયું છે’.
અન્ય યુઝર્સ પણ આ જ રીતે પોતાનો પ્રતિભાવ આપતા જાેવા મળે છે. આમ પોતાની પ્રિય અભિનેત્રીને આવી હાલતમાં જાેઇને યુઝર્સ પણ દંગ અને ચિંતિત થઇ ગયા હતા. પ્રિયંકા ટૂંક સમયમાં હોલીવુડ એક્ટર મેક એન્થની સાથે ફિલ્મ એન્ડિંગ થિંગ્સમાં જાેવા મળશે.
પ્રિયંકાની આ ફિલ્મ એક્શન થ્રિલર હશે. આ ફિલ્મની શૂટિંગ વખતે જ પ્રિયંકા ચોપરા એ આ ફોટો ક્લિક કર્યો હતો, અને ફેન્સને અપડેટ આપી હતી.SS1MS