Western Times News

Gujarati News

પંજાબ એન્ડ સિંધ બેંકે રૂ. 1039 કરોડનો ચોખ્ખો નફો કરીને સારી કામગીરી જાળવી

પંજાબ એન્ડ સિંધ બેંક ના 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટે નાણાકીય પરિણામો

પંજાબ એન્ડ સિંધ બેંકે રૂ. 2733 કરોડના ચોખ્ખા નુકસાનની સામે રૂ. 1039 કરોડ (નાણાકીય વર્ષ) ચોખ્ખો નફો કરીને કાયાપલટ કરી છે (વર્ષ-દર-વર્ષ) Financial Results of Punjab and Sind Bank for the Quarter and Year ended 31st March 2022

આજે પંજાબ એન્ડ સિંધ બેંકને 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટે બેંકના હિસાબ થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.

પંજાબ એન્ડ સિંધ બેંકે 19 મે, 2022ના રોજ હિસાબ થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. આ પરિણામો જાહેર કરતાં બેંકના એમડી અને સીઇઓ શ્રી એસ ક્રિષ્નને જાણકારી આપી હતી કે, બેંકે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 2733 કરોડના ચોખ્ખા નુકસાન સામે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1039 કરોડનો ચોખ્ખો નફો કરીને સારી કામગીરી જાળવી રાખી છે. ચોથા ત્રિમાસિક ગાળામાં નફો રૂ. 346 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2020-21માં ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 161 કરોડ હતો.

એમડી અને સીઇઓએ એવી જાણકારી પણ આપી હતી કે, બેંકે ગ્રામીણ વ્યવસાયો પર એનું વિશેષ ધ્યાન જાળવી રાખ્યું છે, જેના પરિણામે RAM હિસ્સો 48 ટકાથી વધીને 51 ટકા થયો છે, તો કોર્પોરેટ એડવાન્સ 52 ટકાથી ઘટીને વાર્ષિક ધોરણે 49 ટકા થઈ છે. કાસા ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે 9.51 ટકાની ઊઁચી વૃદ્ધિ પણ જોવા મળી છે. બેંકે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર અને કૃષિ ધિરાણમાં અનુક્રમે નિયમનકારી લક્ષ્યાંકો 40 ટકા અને 18 ટકાથી વધારે લક્ષ્યાંક હાંસલ કર્યો છે.

બેંકે વધારાની જોગવાઈઓ કરીને એની બેલેન્સ શીટ વધારે મજબૂત કરી છે. ઉપરાંત બેંકે તમામ ફ્રોડ કેસોમાં 100 ટકા જોગવાઈ કરી છે અને બેંક જોગવાઈને સ્થગિત કરવા માટે નિયમનકાર પાસેથી કોઈ છૂટછાટ માંગી નથી.

એમડી અને સીઇઓએ વધુમાં જણાવ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા પંજાબમાં ત્રણ ઇ-લોબી સ્થાપિત કરી છે. આ ત્રણ ઇ-લોબીમાંથી બેને ડિજિટલ બેંકિંગ યુનિટ (ડીબીયુ)માં પરિવર્તિત કરવામાં આવશે, જે ભારત સરકારે યુનિયન બજેટ 2022-23માં 75 જિલ્લાઓમાં 75 ડીબીયુ સ્થાપિત કરવાની જાહેરાતનો ભાગ છે.

તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, બેંકે એની મોબાઇલ એપ્લિકેશન એટલે કે “PSB UnIC” સ્ટ્રીમલાઇન કરી છે, જે માટે નવી ખાસિયતો ઉમેરી છે, જેમ કે ઓનલાઇન એફડી/આરડી ખોલાવવી, ટીડીએસ સર્ટિફિકેટ જનરેટ કરવું વગેરે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, બેંકે એના કોર્પોરેટ ગ્રાહકો માટે “PSB UnIC Biz” પ્રસ્તુત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.