અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ બાળકની પહેલી ઝલક બતાવી
મુંબઈ, બોલીવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા તાજેતરમાં જ સરોગસી દ્વારા જાેડિયા બાળકોની માતા બની છે અને હાલ તે મધરહૂડને એન્જાેય કરી રહી છે. ત્યારે પ્રીતિ ઝિંટાએ આ જાેડિયા બાળકોમાંના એકની પહેલી ઝલક બતાવી છે. પ્રીતી ઝિંટા અને જેન ગુડઈનફ દીકરા જય અને દીકરી જીયાના પેરેન્ટ્સ બન્યા છે.
પ્રીતિ ઝિંટાએ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ગુડઈનફ સાથે લોસ એન્જલસમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રીતિ ઝિંટા લોસ એન્જલસમાં જ સ્થાયી થઈ છે. પ્રીતિ ઝિંટાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે પોતાના બાળકને લાઈટ બ્લૂ રંગના ધાબળામાં ખોળામાં લઈને છાતી સાથે વળગાડેલી સ્થિતિમાં નજરે પડે છે.
જાે કે, બાળકનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો નથી. આ તસવીરમાં પ્રીતિ ઝિંટા હસતી નજરે પડે છે અને તેના ખભા પર બાળક માટેનું કપડું પણ દેખાય છે. પ્રીતિ ઝિંટાએ આ તસવીર શેર કરતા લખ્યું કે, બર્પ ક્લોથ્સ, ડાયપર્સ એન્ડ બેબીસ આઈ એમ લવ ઈટ ઓલ ઈંટિંગ.
પ્રીતિ ઝિંટાએ ગયા નવેમ્બર મહિનામાં પોતે માતા બની હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રીતિ ઝિંટાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સાથે પોતાની તસવીર શરે કરી હતી. આ તસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે, આજે હું તમારા બધાની સાથે એક મહત્વના સમાચાર શેર કરવા માગુ છું. જીન અને મારી ખુશીનો કોઈ પાર નથી.
હાલ અમારૂ દિલ ખૂબ જ પ્રેમ અને ખુશીઓથી ભરેલું છે. અમે અમારી ફેમિલીમાં એક જાેડિયા બાળકો જય ગુડઈનફ અને જીયા ગુડઈનફનું સ્વાગત કરીએ છીએ. તમામ ડૉક્ટર્સ, નર્સ અને સરોગેટ મધરનો આભાર, જે અમારી આ અવિશ્વસનીય મુસાફરીના ભાગ બન્યા. બધાને ખૂબ જ પ્રેમ.
પ્રીતિ ઝિંટાએ વર્ષ ૧૯૯૮માં ડિરેક્ટર મણિરત્નમની ફિલ્મ દિલ સેથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. એ પછી સોલ્ઝર, ક્યા કહેના, દિલ ચાહતા હૈ, કલ હો ન હો, કોઈ મિલ ગયા, વીરા ઝારા વગેરે જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી. પ્રીતિ ઝિંટા છેલ્લે વર્ષ ૨૦૧૮માં એક્શન કોમેડી ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં નજરે પડી હતી.SSS